પ્રસૂતાને લેબરપેઈન ઉપડતા વડોદરા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી,માતા-બાઈક બંને સ્વસ્થ | The team of Vadodara 108 delivered labor in an ambulance, both the mother and the bike were healthy. | Times Of Ahmedabad
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
રોડ અકસ્માત, ગંભીર ઈજાઓ, ગર્ભવતી મહિલાઓને તથા જીવન જોખમમાં તાત્કાલિક સારવાર જરૂરી હોય તેવા સંજોગોમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના લોકો માટે નવજીવન આપનારી બની છે. આજે એક ગર્ભવતી મહિલાને ડિસ્પોઝેબલ કીટથી રસ્તા ઉપર ડિલિવરી કરાવી માતા અને નવજાત બાળકને જીવતદાન આપ્યું હતું.
પતિએ 108ને જાણ કરી
વડોદરા જિલ્લાના બિલ ગામના દિવ્યાબેન સુનિલભાઈ દેવીપૂજકની વહેલી સવારે આશરે અચાનક પ્રસવની પીડા થતાં રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા હતા. પીડા અસહ્ય બનતા સૂઝબૂઝનો ઉપયોગ કરીને શહેરના અક્ષરચોક વિસ્તારમાં પહોંચીને દિવ્યાબેનના પતિએ વિકટ પરિસ્થિતિમાં બાળક તેમજ માતાનો જીવ ન જોખમાય તે માટે ખાનગી હોસ્પિટલમાં ન લઈ જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો.
બાળકના પગ બહાર આવી ગયા
સુનિલભાઈના કોલ કર્યાની ગણતરીની મિનિટમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટના સ્થળે જ દર્દીની પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સના સ્ટાફે જોયું તો બાળક ઊંધું હતું. સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું માથું પહેલા બહાર આવતું હોય છે પરંતુ દિવ્યાબેનના કેસમાં તેનું તદ્દન વિપરીત બન્યું હતું. પહેલા બાળકનું માથું બહાર આવવાની જગ્યાએ સૌથી પહેલા આખા પગનો ભાગ બહાર આવી ગયો હતો.
રસ્તા ઉપર ડિલિવરી કરવામાં આવી
દર્દીની પરિસ્થિતિની ગંભીરતાને સમજતા ઈ.એમ. ટી. કિશોર પરમાર તથા તેમની ટીમ દ્વારા ઘટના સ્થળે જ તેમની તાત્કાલિક સારવાર કરવાનું નક્કી કર્યું હતું. બાળક અડધું બહાર આવી ગયું હતું એટલે હોસ્પિટલ લઈ જઈને ડિલિવરી કરાય તેટલો સમય ન હતો. દિવ્યાબેનના પતિની મદદથી ચાદર પકડીને રસ્તા ઉપર જ ડિલિવરી કરવામાં આવી હતી. ખુબજ મહામહેનતે બાળકનો જન્મ તો થયો હતો. પરંતુ બાળકને બહાર કાઢીને જોયું તો બાળક રડતું ન હતું.
વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા
બાળકને રડાવવાનો ખુબજ પ્રયત્ન કર્યો પરંતુ રડ્યું નહિ. ત્યારે અદ્યતન સુવિધાઓથી સુસજ્જ એવી 108 એમ્બ્યુલન્સમાં ઉપલ્બધ ડીસ્પોસેબલ ડિલિવરી કીટ માંથી સક્શન મશીન કાઢીને બાળકને સક્શન કરવામાં આવ્યું. બાળકની રડ્યા બાદ તથા તંદુરસ્તીની પરખ પછી માતાની વધુ ડિલિવરી બાદની સારવાર કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત ઇ. આર. સી.પી. ડોક્ટરના સૂચન મુજબ ઈન્જેકશન આપીને બાળક અને માતાને સલામત અને સુરક્ષિત રીતે સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.
એમ્બ્યુલન્સમાં તમામ સુવિધા
અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક સુવિધા ધરાવતી 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સીમાં જરૂરી દરેક પ્રકારની દવાઓ અને ડિલિવરી કરવા માટેની ડિસ્પોઝેબલ ડિલિવરી કીટ પણ ઉપલબ્ધ હોય છે. વધુમાં જાહેર જનતાને ઇમરજન્સીના સમયે ખાનગી વાહનોનો ઉપયોગ ન કરતા 108 એમ્બ્યુલન્સનો જ ઉપયોગ કરવા માટે જણાવ્યું છે. ખાનગી વાહન ફક્ત હોસ્પિટલ સુધી પહોચાડે છે અને 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ હોસ્પીટલ સુધી પહોંચાડતા પહેલા પ્રી-હોસ્પિટલ કેર પણ આપે છે. ગર્ભવતી દિવ્યાબેન જેવા સંજોગોમાં જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં ડીલીવરી પણ કરાવી શકે છે.
Post a Comment