ઝઘડિયાના ગુમાન દેવ નજીક કાવેરી નદી પરનો બ્રિજ 11 દિવસ માટે બંધ, વાહનચાલકોએ 10થી વધુ કિમી ફરીને જવું પડશે | Bridge over Kaveri river near Guman Dev in Jangkari closed for 11 days, motorists have to walk more than 10 km | Times Of Ahmedabad

ભરૂચ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અંકલેશ્વર-રાજપીપળા માર્ગને જોડતા ગુમાનદેવ પાસે કાવેરી નદી ઉપરનો બ્રીજ જુનો હોવાથી પુલના બેરીંગના પેડેસ્ટલને રીપેરીંગ કામગીરી હાથ ધરાતા બ્રીજ 11 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વરથી રાજપીપલા રસ્તા ઉપર ગુમાનદેવ ગામ પાસેથી પસાર થતી કાવેરી નદી પર આવેલ બ્રીજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત બન્યો છે. જેના પગલે આજથી 28મી મેં સુધી 11 દિવસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બ્રીજ ઉપરથી અવર જવર માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

બ્રીજ જુનો હોવાથી પુલના બેરીંગના પેડેસ્ટલને રીપેરીંગની કામગીરીને લઈ બ્રીજ બંધ કરવામાં આવ્યો છે. વાહનોથી અત્યંત વ્યસ્ત એવો આ બ્રીજ બંધ થતા અનેક વાહન ચાલકોએ 10થી વધુ કિલોમીટરનો ફેરાવો ફરવો પડશે. ત્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંમાં વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યો છે. ઝઘડીયા તરફથી આવતા વાહન ચાલકોએ વાલીયા-ઝધડીયા રસ્તા પર સેલોદ ગામ પાસે જી.આઈ.ડી.સી. થઇ ફુલવાડી, કપલસાડી અને ત્યાંથી બોરોસીલ કંપની થઇ નાનાસાજા ત્રણ રસ્તાનો ઉપયોગ કરવા સાથે ઝઘડીયા તરફ જતા વાહનો નાનાસાજા ત્રણ રસ્તા બોરોસીલ કંપની કપલસાડી, ફૂલવાડી થઇ વાલીયા–ઝઘડીયા માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે. વાહન ચાલકો જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેઓ સામે ભારતીય ફોજદારી ધારા કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ પગલા ભરવામાં આવશે.

Previous Post Next Post