જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અન્વયે ફૂડ શાખાનું લાયસન્સ નહી મેળવનાર કુલ 11 નોનવેજની દુકાનોને બે દિવસ દરમ્યાન બંધ કરવામાં આવી છે.
ગઈકાલ તા.23-5-2023 સવારના એફએસઓની ટીમ દ્વારા શંકર ટેકરી વિસ્તાર તથા કાલાવડ નાકા બહાર, હાપા રોડ, વિસ્તારમાં નોનવેજ વેચાણ સંગ્રહ કરતી પેઢીઓમાં તપાસ કરતા અમુક પેઢીઓ ફૂડ લાયસન્સ ધરાવતા ન હોય તેવા આસામીઓની મનપા કમિશનરના અગાઉના હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજી અન્વયે મળેલ આદેશ હેઠળ જ્યાં સુધી ફૂડ લાયસન્સ ન મેળવે ત્યાં સુધી બંધ કરાવવામાં આવેલ છે. જેમાં ન્યુ બોમ્બે બિરયાની (49 દિ.પ્લોટ, શંકર ટેકરી), રફીકભાઈ કસાઈ (મીટ શોપ) (49 દિ.પ્લોટ, શંકર ટેકરી, કિસ્મત મટન શોપ (મુખ્તાર હુશેન હનીફભાઈ) (49 દિ.પ્લોટ, શંકર ટેકરી), એ-1 કેટર્સ (મેહબુબભાઈ) (મહારાજા સોસાયટી,) દિલ્લી દરબાર કેટર્સ, (સકીલભાઈ) (મહારાજા સોસાયટી), મદીના કેટરર્સ (અનિશભાઈ) (મહારાજા સોસાયટી, કાલાવડ નાકાબહાર), બોમ્બે ગાઝી કેટરર્સ (સબીર આલમ) (મહારાજા સોસાયટી), વલીસા કેટરર્સ (હુસેનભાઈ (મહારાજા સોસાયટી) અને દિલ્લી દરબાર કેટરર્સ (સકીલભાઈ) મહારાજા સોસાયટી)નો સમાવેશ થાય છે.
વધુમાં તા.24-5-2023 ના અગાઉ કરવામાં આવેલ સીલ ખુલી જતા વુલન મિલન ડીફેન્સ કોલોની વિસ્તારની ખાન ફીશ એન્ડ ચીકન સેન્ટર તથા આશીફ ફીશ એન્ડ ચીકન સેન્ટર નામની પેઢીને ફરીથી સીલ કરવામાં આવેલ છે. જે લાયસન્સ મેળવ્યા બાદ ખોલવામાં આવશે.