સુરતમાં રિક્ષા ચોરી ભરૂચ લઈ જઈ મોડીફાઇ કરતા, સ્ક્રેપમાંથી જુની નંબર પ્લેટ લગાડી ભાડે આપતા, પોલીસે પકડતા 11 તસ્કરીનો ભેદ ખુલ્યો | After stealing the rickshaws, changing the engine and chassis number, the rickshaws were completely modified and rented out with the savings, 16 rickshaws were seized. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After Stealing The Rickshaws, Changing The Engine And Chassis Number, The Rickshaws Were Completely Modified And Rented Out With The Savings, 16 Rickshaws Were Seized.

સુરત43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રીક્ષા ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો - Divya Bhaskar

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રીક્ષા ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો

સુરત શહેર વિસ્તારમાંથી ઓટો રીક્ષા ચોરીના મોટા રેકેટનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.શહેરમાંથી ઓટો રિક્ષા ચોરી કરી તેને ભરૂચ લઇ જઈ તેના એન્જિન અને ચેસીસ નંબર બદલી નાખી અને રીક્ષાને આખી મોડીફાઇ કર્યા બાદ ભાડે આપવાનું આખું રેકેટ ઝડપી પડ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીને આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 ઓટો રીક્ષા કબજે કરી છે. સુરતના પુણા, લીંબાયત અને ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા રીક્ષા ચોરીના 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

14.88 લાખની રીક્ષા મળી આવી
સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે સરથાણા વાલક પાટિયા પાસેથી આરોપી સમીર ઉર્ફે સોનું સલીમ હમીદ શેખને ચોરીની એક ઓટો રીક્ષા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા બીજી ચોરીની ઓટો રીક્ષા ભરૂચ ખાતે રહેતા શોએબ મલેકને આપી હોવાની હક્કિત બહાર આવી હતી. જેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ભરૂચ ખાતેથી શોએબ મોહમદ હુસેન મલિકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ચોરીની ઓટો રીક્ષાની ઓરીજનલ 5 જોડી નબર પ્લેટ, ચેસીસ એન્જીન નંબર પંચ કરવાની ડાઈનો સેટ તથા રહેણાંકની નજીકમાંથી બીજી 15 ઓટો રીક્ષા કબજે કરી હતી.આમ બંને આરોપીઓ પાસેથી પોલીસે કુલ 14.88 લાખની કુલ 16 ચોરીની ઓટો રીક્ષા કબજે કરી હતી.

DCB PI લલિત વાગડિયા

DCB PI લલિત વાગડિયા

મોજશોખ પુરા કરવા ચોરી કરતો
DCB PI લલિત વાગડિયા જણાવ્યું હતું કે, આરોપી સમીર ઉર્ફે સોનુ સલીમ હમીદ શેખ મોજશોખ પુરા કરવા માટે રૂપિયા કમાવવાની ઘેલછામાં સુરત શહેરમાં બચતથી ઓટો રીક્ષા ચલાવી તેની આડમાં શહેર જુદા જુદા વિસ્તારના અલગ અલગ જગ્યાએથી ઓટો રીક્ષાની ચોરી કરતો હતો. ત્યારે બાદ તે ભરૂચ ખાતે રહેતા અને છુટકમાં ઓટો રીક્ષા રીપેરીંગનું કામકાજ કરતા શોએબ મોહમદ હુસેન મલિકને વેચી આપતા હતા.

11 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા
વધુમાં જણાવ્યું હતું કેહુસૈન ચોરીની ઓટો રીક્ષાના ચેસીસ તથા એન્જીન નંબરો ઘસી કાઢી નાખતો હતો. તે ટોટલ લોસ, તથા સ્ક્રેપમાંથી ઓટો રીક્ષાના ચેસીસ તથા એન્જીન નંબર તથા કાગળો મેળવી તે ચોરીની ઓટો રીક્ષાના ચેસીસ તથા એન્જીનમાં પંચ ડાઈથી બદલી નાખતો હતો.હુસૈન સમગ્ર ઓટોરિક્ષાને કલર કરીને મોડીફાઇ કરી નાખતો હતો. અને આ ચોરાઉ રિક્ષાને ભરૂચમાં બચત પર ભારે ફેરવવી કમાણી કરતો હતો.આરોપીઓ પાસેથી મળી આવેલી 16 રીક્ષાના કારણે પુણા પોલીસ મથકમાં નોંધાયેલા 6, લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા 2 તથા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુના મળી કુલ 11 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા.

તપાસ હાથ ધરવામાં આવી વધુમાં જણાવ્યું હતું કે આ ગુનામાં બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપીઓના રિમાન્ડની પ્રોસેઝર ચાલુ છે અને રિમાન્ડ મેળવ્યા બાદ તપાસમાં સુરતના હજુ વધુ રીક્ષા ચોરી થવાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Previous Post Next Post