8 કલાક પહેલા
- કૉપી લિંક
ઠગ દંપતી કિરણ પટેલ અને માલિની પટેલ સામે મોરબીના વેપારીએ ભરત પટેલે 31.11 લાખની ઠગાઈની ફરિયાદ કરી હતી. અગાઉ જગદીશ ચાવડાના કેસમાં જામીન પર છુટેલ માલિનીની ફરી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે દિવસના રિમાન્ડ બાદ જામીન અરજી ના મંજુર કરી હતી. હવે આ કેસમાં માલિનીના વકીલ નિસાર વૈદ્ય દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરાઈ છે. જેની પર ગુરુવારે સુનાવણી હાથ ધરાશે.
કોર્ટે સોમવારના બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા
આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 06 મેની સુનાવણીમાં પોલીસે તપાસ માટે કોર્ટમાં માલિની પટેલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે માલિની પટેલના સોમવારના બપોરે 04 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગુરુવારે સુનવણી હાથ ધરવામા આવશે
માલિનીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ માલિની પટેલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ના મંજુર કરી છે. હવે આજે સેશન્સ કોર્ટમાં માલિની પટેલના વકીલ નિસાર વૈદ્ય દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જેની પર ગુરુવારે સુનવણી હાથ ધરવામા આવશે. અત્યારે માલિની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.