નવસારી7 મિનિટ પહેલા
- કૉપી લિંક
નવસારી વિજલપુર નગરપાલિકામાં કામ કરતા 1100થી વધુ કર્મચારીઓનાં અલગ-અલગ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત આજે 180 જેટલા કર્મીઓ માટે રંગવિહાર ખાતે નિરાલી હોસ્પિટલના સહયોગથી એક હેલ્થ ચેકઅપ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ-અલગ પ્રકારનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નવસારી વિજલપુર નગરપાલિકાની વસ્તી અઢી લાખથી વધુ છે. 13 વોર્ડમાં વિવિધ સમસ્યાઓનો પ્રતિદિન ઉકેલ લાવતા આ કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા પાલિકાએ કરી છે. જેમાં સફાઈ, ફાયર, દબાણ, માયનોર, ઓફિસ સ્ટાફ સહિતનાં કર્મચારીઓ રાત-દિવસ શહેરની સમસ્યા ઉકેલવામાં વ્યસ્ત રહે છે. આ કર્મચારીઓ મોટાભાગે પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવી શકતા નથી જેથી તેમના માટે પાલિક દ્વારા એક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ પ્રકારનાં ટેસ્ટ કરી તેમનામાં રહેલી બીમારીઓનું નિદાન કરી શકે તે દિશામાં પાલિકા આગળ વધી છે. જો કોઈ કર્મચારીમાં ગંભીર બીમારી ડિટેક્ટ થાય તો તેના ઓપરેશનની જવાબદારી લઈને પાલિકા લઈ તેનું નિદાન કરશે. વર્ગ 1 થી લઈને વર્ગ 4નાં તમામ કર્મચારીઓ આજે આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.