વડોદરાના સુરસાગરની મધ્યમાં આવેલી સુવર્ણ જડીત 111 ફૂટ ઉંચી શિવજીની પ્રતિમા ઉપર મધપુડો | Madhpudo on top of the 111 feet tall gold-studded statue of Lord Shiva in the middle of Sursagar, Vadodara. | Times Of Ahmedabad

વડોદરા25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સોનાની પ્રતિમા ઉપર મધમાખીઓએ ઘર બનાવ્યું - Divya Bhaskar

સોનાની પ્રતિમા ઉપર મધમાખીઓએ ઘર બનાવ્યું

શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ સ્થિત સુવર્ણ જડીત 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા ઉપર મધ માખીઓએ ઘર બનાવ્યું છે. મધપૂડા સાથેની શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનો વિડીયો શોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં ધારાસભ્ય યોગેશ પટેલ સુરસાગર ખાતે દોડી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, શિવજીની પ્રતિમા ઉપર થયેલો મધપુડો કેવી રીતે દૂર કરી શકાય તે અંગે વિચારી રહ્યા છે.

ઉનાળામાં મધપુડા થાય છે
શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં 111 ફૂટ સુવર્ણ જડીત શિવજીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમામાં શિવજીના ડાબા હાથમાં મધમાખીઓએ પોતાનું ઘર બનાવ્યું છે. આ મધપુડા સાથેની શિવજીની પ્રતિમાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. સામાન્ય રીતે ઉનાળામાં મધમાખીઓ સલામત સ્થળે મધપુડો બનાવતી હોય છે.

કોઇ નુકશાન નહિં થાય
સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ થતાં આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવામાં મહત્વનો ફાળો આપનાર ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ અન્ય શિવ શ્રધ્ધાળુઓ સ્થળ પર દોડી ગયા હતા. ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શિવજીની પ્રતિમામાં શિવજીના જે હાથમાં ત્રિશુલ છે. તે ત્રિશુલવાળા હાથમાં મધપુડો થયો છે. આ મધપૂડો કેવી રીતે દૂર કરી શકાય તે માટે વિચારણા કરી રહ્યા છે. આ મધપુડાથી પ્રતિમાને કોઇ નુકશાન થશે નહિં.

ચર્ચાનો વિષય
સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડીત પ્રતિમા ઉપરના મધપૂડાના વિડીયો વાયરલ થતાં કૂતુહલવશ લોકો મધપુડો જોવા માટે ટોળે વળ્યા હતા. આ મધપુડો શ્રધ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.