અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક
માધુપુરાનાં ક્રિકેટ સટ્ટા પ્રકરણમાં તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વસ્ત્રાલના એક આરોપીની ધરપકડ કરી. આ પ્રકરણમાં પોલીસે એક પછી એક આરોપીની ધરપકડ કરવાની શરૂ કરી છે. આજે પોલીસે વસ્ત્રાલ અને આસપાસના વિસ્તારમાંથી વધુ ત્રણ લોકોને પકડ્યા છે. તેમની પાસેથી નોટો ગણવાનું મશીન અને 22.20 લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કરી છે. હવે આ પ્રકરણમાં તાજેતરમાં (SMT) સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામીની ધરપકડ કરી હતી. આ આરોપીઓની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓનાં કનેક્શન સામે આવ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં નિલેશ રામીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને રિમાન્ડ મેળવ્યા હતાં.
ધરપકડથી બચવા માટે અમદાવાદમાંથી ભાગ્યો હતો
નિલેશ રામીએ રિમાન્ડ દરમિયાન પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે, ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે મેટા ટ્રેડર એપ્લિકેશનનું વેલોસિટી સર્વર તેણે પરેશ ઠક્કર નામના વ્યક્તિ પાસેથી મેળવ્યું હતું. પોલીસે પરેશની તપાસ શરૂ કરતા તે ધરપકડથી બચવા માટે અમદાવાદમાંથી ભાગી ગયો હતો. પોલીસે તેની જરૂરી માહિતી મેળવીને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો. જેના આધારે પરેશ ઠક્કર જયપુરથી દુબઈ જતા દરમિયાન જયપુર એરપોર્ટ ઓથોરિટીએ તેને ડિટેઈન કરીને અમદાવાદ પોલીસને જાણ કરી. પોલીસે આજે તેનો કબજો મેળવી તેની અટકાયત કરી હતી. તેની પાસેથી એક મોબાઈલ, 50 હજાર રૂપિયા રોકડ અને તે સિવાય જયપુરથી દુબઈની ટીકિટ, વિઝાના જરૂરી કાગળો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સટ્ટામાં પોલીસે અત્યાર સુધી ટોટલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
SMCની ટીમને છ ડાયરી મળી આવી
સ્ટેટ મોનિટરિંગ સેલે રણવીર ઉર્ફે લલ્લુ રાજપુત , ચેતન સોનાર અને પ્રવીણ ઉર્ફે ટીનોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તેઓની પાસેથી 22.20 લાખ રોકડા અને નોટો ગણવાનું મશીન મળી આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ત્યાંથી છ ડાયરી મળી આવી છે. આ ડાયરીની અંદર અનેક હિસાબો છે, જે માધુપુરા કૌભાંડના મૂળ સુધી પહોંચશે. તમામ વિગતો આ ડાયરીમાં છે.