ધોરણ 12નું પરિણામ આવ્યું હોય તે વિદ્યાર્થીઓ આવતીકાલે કોલેજ પસંદ કરી શકશે | Students who have got the result of class 12 will be able to choose the college tomorrow | Times Of Ahmedabad

અમદાવાદ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સીટીમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે હવે આવતીકાલથી વિદ્યાર્થીઓ કોલેજ પસંદ પણ કરી શકશે.CBSE, ICSE તથા ગત વર્ષે પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ કાલે કોલેજ પસંદ કરી પ્રવેશ માટેનું ફોર્મ ઓનલાઇન ભરી શકશે.કોમર્સની 37500 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સીટીમાં UG, સાયન્સ,UG કોમર્સ,UG આર્ટસ અને 5 વર્ષના ઇન્ટરગ્રેટેડ કોર્ષ માટે રજિસ્ટ્રેશન શરૂ થયું હતું.આવતીકાલે સાંજે 6 વાગ્યા બાદ આ તમામમાં જે વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે તે પ્રવેશ મેળવવા સંપૂર્ણ ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓએ બેઝિક માહિતી,કોલેજ પસંદગી અને શૈક્ષણિક માહિતી ભરી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.ધોરણ 12 નું ગુજરાત બોર્ડ પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ સંપૂર્ણ ફોર્મ ભરી શકશે.

ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઝડપથી પ્રવેશ મળે અને સમયસર શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે ઉદ્દેશ સાથે બધી જ કોલેજ હેલ્પ સેન્ટર તરીકે કાર્ય કરે તથા ગુજરાતી યુનિવર્સિટી એડમિશન સેલ ખાતે હેલ્થ સેન્ટર શરૂ કર્યું છે યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત પરિણામ આવ્યા અગાઉ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે.બીકોમની 33455,બીબીએની 1653, બીસીએની 2442 UG આર્ટ્સની 16105 જેટલી સીટ પર પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે.

Previous Post Next Post