વડોદરા6 મિનિટ પહેલા
- કૉપી લિંક
છાણી વિસ્તારમાં તસ્કરોએ બંગલાને નિશાન બનાવ્યું
ગરમીથી રાહત મેળવવા ટેરેસ ઉપર સૂઇ રહેલા પરિવારના બંગલાને તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાંથી 8 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બંગલાની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી રૂપિયા 1.21 લાખની કિંમતના 8 તોલા સોનાના દાગીના મળી રૂપિયા 1.46 લાખનો મુદ્દામાલ ચોરી જનાર તસ્કરો સામે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પરિવારજનોમાં ગભરાટ
ઉનાળાની શરૂઆત થતાંની સાથે શહેરમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા લોકો ટેરેસ ઉપર સૂઇ જતા હોવાથી તસ્કરોને બંધ મકાનના તાળાં તોડી ચોરી કરવામાં મોકળું મેદાન મળી ગયું છે. અને પોલીસને તસ્કરો પડકાર ફેંકી રહ્યા છે. શહેરના છાણી વિસ્તારમાં ટેરેસ ઉપર સૂઇ રહેલા પરિવારના મકાનની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો 8 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતા બનાવે ચકચાર જગાવી મૂકી છે.
લોખંડની ગ્રીલ તોડી તસ્કરો પ્રવેશ્યા
રોકડની પણ ચોરી
છાણી પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે શહેરના છાણી વિસ્તારમાં રામાકાકા ડેરી પાસે આવેલા એ-16, બાલાજી બંગલોઝમાં રહેતા જયદીપસિંહ પ્રતાપસિંહ પરમાર રાત્રી દરમિયાન ગરમી વધારે હોવાને કારણે પરિવાર સાથે ટેરેસ પર સુવા ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રે તસ્કરોએ તેમના બંગલાને ટાર્ગેટ બનાવ્યો હતો અને ઘરની બારીમાં લાગેલ લોખંડના સળિયા તોડી ઘરમાં પ્રવેશી સાડા 8 તોલાના સોના દાગીના અને 25 હજાર રોકડ રકમ લઈ રફુ ચક્કર થઈ ગયા હતા
ડ્રોઅરમાંથી સોનાના દાગીના ચોરી કરી ગયા
છાણી પોલીસમાં ફરિયાદ
જે રીતે શહેરમાં તસ્કરો બે ખોફ બની એક પછી એક ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર પણ ઘણા સવાલ ઊભા થઇ રહ્યા છે. હાલ તો જયદીપસિંહ પરમાર દ્વારા સમગ્ર મામલે છાણી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.