વડોદરામાં વ્યાજ સાથે 12.60 લાખ ચૂક્વવા છતાં જવેલર્સ પાસે વધુ રકમની માંગી ચેક રિટર્નનો ખોટો કેસ કર્યો | Despite paying 12 akhs with interest in Vadodara, a jeweler filed a false check return case by demanding more from the manager. | Times Of Ahmedabad

વડોદરા25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ગોત્રી પોલીસ સ્ટેશન. - Divya Bhaskar

ગોત્રી પોલીસ સ્ટેશન.

10 લાખની રકમ સામે 12.60 લાખ વ્યાજ સહિત ચૂક્વવા છતાં વધુ રકમની માંગણી સાથે 5.47 લાખના દાગીના પરત ન આપી ધાક ધમકી સાથે ચેક રિટર્નના ખોટા કેસ કરી પરેશાન કરનાર વ્યાજખોર વિરુદ્ધ જ્વેલર્સ સંચાલકે ફરિયાદ નોંધાવી છે.

10 લાખની રકમ લીધી
અકોટા વિસ્તારમાં રહેતા ધનંજય ચોક્સી નીલકંઠ વરણી જવેલર્સ નામનો શોરૂમ ધરાવે છે. ધંધાર્થે નાણાંની છે જરૂરિયાત ઉદ્ભવતા મિત્ર કૃણાલના બનેવી ધર્મેશ મહેન્દ્રભાઈ રુપારેલ (રહે. દર્શનમ સેન્ટ્રલ પાર્ક, સુર્યા પેલેસની પાસે) પાસેથી વર્ષ 2015થી વર્ષ 2022 દરમિયાન ટુકડે ટુકડે 1.5 ટકા વ્યાજે 10 લાખની રકમ લીધી હતી. જેની સામે વ્યાજ અને મુદ્દલ સાથે કુલ છે. 12.60 લાખની રકમ ચૂકવી દીધી છે.

ઘરે આવી પૈસાની ઉઘરાણી કરી
તેમજ રૂપિયા 5.47 લાખની કિંમતના સોનાના દાગીના ધર્મેશભાઈને આપ્યા હતા. ત્યારબાદ ધર્મેશના સસરા મગનભાઈ તથા તેઓની પત્ની રુપલબેન અને કૃણાલ ઘરે આવી પૈસાની ઉઘરાણી કરતા હતા. સિક્યુરિટી પેટી આપેલા ચેકમાં રકમ ભરી બેંકમાં જમા કરાવી ખોટો કેસ કર્યો હોવાના આક્ષેપ કરે છે.

Previous Post Next Post