વલસાડ2 કલાક પહેલા
- કૉપી લિંક
દમણના બુટલેગરો દ્વારા વલસાડ જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવામાં અનેક કિમીયાઓ અપનાવતા હોય છે. વલસાડ જિલ્લાની ચેકપોસ્ટ ઉપર પોલીસનું કડક ચેકીંગ જોઈને બુટલેગરો દરિયાઈ માર્ગે વલસાડ જિલ્લામાં દારૂનો જથ્થો ઠાલવવા કિમીયો અપનાવી રહ્યા છે. ત્યારે મગોદ ડુંગરી ખાતે દરિયા કિનારે બોટમાં બુટલેગરો દારૂનો જથ્થો ઠાલવી રહ્યા હોવાની વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે છાપો મારી 1368 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કેસમાં 6 આરોપીઓ બોટ મારફતે દરિયામાં ભાગી જતા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
દમણના બુટલેગર ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા માટે અનેક કિમીયાઓ અપનાવતા હોય છે. વલસાડ જિલ્લા પોલીસનું ચેક પોસ્ટ ઉપર કડક ચેકિંગ અને નાકાબંધી જોઈ, બુટલેગરે દરિયાઈ માર્ગે દારૂનો જથ્થો વલસાડ ઠાલવવાનો કીમિયો અપનાવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમને સમયસર બાતમી મળી જતા, વલસાડ પોલીસની ટીમે મગોદ ડુંગરી દરિયા કિનારે છાપો મારી, 1368 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસ જવાનોને આવતા જોઈ, બોટ મારફતે દરિયામાં ભાગી છુટ્યા હતા. જ્યારે એક ઇસમ દરિયાકિનારે અંધારામાં ભાગી છૂટ્યો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમે 1.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો, મોપેડ નંબર DN 09 T 2966 મળી કુલ 1.86 લાખનો મુદ્દા માલ કબજે લઈ, દમણનો સૂરજ ઉર્ફે સૂર્યો ગધેડો કનુભાઈ રાઠોડ, ધર્મેશ નાયકા, મનીષ ઉર્ફે મીછો, જયેશ ઠાકોર, ભૂન્યો દશરથભાઈ તેમજ ધર્મેશ લાલુભાઇ રાઠોડ ને વોન્ટેડ જાહેર કરી રૂલર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.