ઇમેમોનાં 14 હજારથી વધુ સહિત 27 હજાર કેસો પૈકી 15 હજારથી વધુનો નિકાલ, 55 કેસમાં કરોડોનું વળતર મંજૂર | Disposed of more than 15 thousand out of 27 thousand cases including more than 14 thousand of Ememo, compensation of crores sanctioned in 55 cases | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Disposed Of More Than 15 Thousand Out Of 27 Thousand Cases Including More Than 14 Thousand Of Ememo, Compensation Of Crores Sanctioned In 55 Cases

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં આજે મેગા લોકઅદાલત યોજાઈ હતી. જેમાં છેલ્લા મહીનામાં ઇમેમો નહીં ભરનારા 14 હજારથી વધુ કેસો સહિત 27 હજાર કેસો મુકાયા હતા. આ પૈકી 15 હજારથી વધુ કેસોનો સમાધાનની રાહે નિકાલ કરવામાં આવ્યો હતો. તો જુદા-જુદા 55 જેટલા કેસોમાં રૂપિયા 2 કરોડ કરતા વધુનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું. તો ગો-ડિજિટ વીમા કંપનીએ સમાધાન કેસોમાં રૂપિયા 5 લાખનું વળતર ચુકવ્યું હતું.

મેગા લોકઅદાલત યોજાઈ
આજની લોકઅદાલતમાં (1) ફોજદારી સમાધાન લાયક કેસો, (2) નેગોશીએબલ એકટની કલમ-138 (ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (3) બેન્ક લેણાના કેસો (4) મોટર અકસ્માત વળતરને લગતા કેસો (5) લગ્નવિષયક કેસો (6) મજુર અદાલતના કેસો (7) જમીન સંપાદન ને લગતા કેસો (8) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (9) રેવન્યુ કેસીસ (10) દિવાની પ્રકારના કેસો ( ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (10) અન્ય સમાધાન લાયક કેસો સહિત 13 હજાર જેટલા કેસો મુકવામાં આવ્યા હતાં. તો સાથે એક માસમાં ટ્રાફિક ઈ-મેમો ન ભરનાર 14000થી વધુને લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ કાઢવામાં આવી હતી.

આ લોક અદાલતમાં 15 હજારથી વધુ કેસોમાં સમાધાન કરાયું
​​​​​​​
જિલ્લા મુખ્ય ન્યાયાધીશ યુ.ટી.દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં 15 હજારથી વધુ કેસોમાં સમાધાન કરાયું હતું. ફકત અકસ્માતનાં કેસોમાં જ પ્રેકટીસ કરતાં અને સીનીયર વકીલ એમ.એ.સુરૈયા એસોસીએટ્સ દ્વારા અકસ્માતનાં 55 કેસોમાં રૂ. 2 કરોડ કરતા વધુનું વળતર મંજૂર કરાવાયું છે. જેમાં રાજકોટ જિલ્લા ઉપરાંત ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા કેસોનો નિકાલ કરાયો હતો. જ્યારે શો ડીજિટ જનરલ ઈન્સ્યુ, કંપનીના લીગલ ઓફીસર દીપ દવેએ સમાધાન કેસમાં રૂ. 5 લાખનું પેમેન્ટ ડીસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઈ તથા કલેઈમ બારના પ્રમુખ મનિષ ખખ્ખરની હાજરીમાં અરજદારને ચુકવી આપ્યું હતું.

Previous Post Next Post