ખેરાલુના મહેકુબપુરા રોડ પર ખેતરમાં જુગાર રમી રહેલા 14 શખ્સોને એલસીબીએ 4 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા | LCB nabbed 14 persons gambling in a field on Mehkubpura road in Kheralu along with worth Rs 4 lakh | Times Of Ahmedabad
મહેસાણા3 કલાક પહેલા
- કૉપી લિંક
જુગારીયા જુગાર રમવા માટે શહેરોની આસપાસ આવેલા નાના મોટા ગામડાઓમાં પોલીસને ભણક પણ લાગે તેવી જગ્યાઓ પર જુગારધામનું રેકેટ ચલાવતાં હોય છે. ત્યારે આવા જ એક જુગારધામના ચાલતાં રેકેટનો મહેસાણા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. જેમાં ખેરાલુના મહેકુબપુરા રોડ પાસે આવેલા ખેતરમાં ચાલતું જુગારધામની માહિતી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળતાં એલસીબીએ રેઇડ કરી જુગારધામ પરથી 14 જુગારીઓને 33,450ની રોકડ સાથે 4,12,950ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. તમામ 14 જુગારી વિરુદ્ધ ખેરાલુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા જિલ્લામાં ચાલતી જુગારની તેમજ પ્રોહિબીશનની ચાલતી પ્રવૃતિોને ડામી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ એચ.એલ.જાેષી તથા એએસઆઇ ડાહ્યાભાઇ, દિલિપસિંહ, સન્નીકુમાર, સંજયકુમાર, જસ્મીનકુમાર, રવિકુમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સંજયકુમાર તથા જસ્મીનકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ઇમામખાન ગુલાબખાન બલોચ રહે. પાટણ, ગુલશનનગરવાળો અને અનવરખાન અલ્લારખાન બલોચ નામના શખ્સો બહારથી જુગારીયાઓને બોલાવી જુગારધામનું નેટવર્ક ખેરાલુના મહેકુબપુરા રોડ પાસે આવેલા ખેતરમાં ચલાવી રહ્યા છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ ઘટના સ્થળ પર ત્રાટકતાં હાજર જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં એલસીબીની ટીમે ચારે બાજુ કોર્ડન કરી 14 જુગારીઓને 33450ની રોકડ, મોબાઇલ સહિત કાર મળી કુલ રુ. 4,12,950ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. જ્યારે એક જુગારી ભાગી જવામાં સફળ થયો હતો.
પોલીસે જુગારધામ પરથી (૧) સમીરખાન અનવરખાન બલોચ રહે. મહેકુબપુરા તા. ખેરાલુ- (૨) હૈદરખાન બાજીતખાન બલોચ રહે. મહેકુબપુરા તા. ખેરાલુ (૩) ઇમામખાન ગુલાબખાન રહે. મહેકુબપુરા તા. ખેરાલુ ૪) અહેમદહુસેન અમીરભાઇ સિપાહી રહે. પાલનપુર નાની બજાર – (૫) ફૈસલ મહમંદયુસુફ અહમદમીયા રહે. પાટણ, રખતાવાડ, રાજકાવાડો –(૬) મૌહસીન અયુબભાઇ શેખ રહે. પાટણ, કંસારા દરવાજા, અનાવાડા – (૭) મુકેશકુમાર મથુરાપ્રસાદ ગુપ્તા રહે. પાલનપુર, શિવનગર સોસાયટી – (૮) ફીરોજ ઇબરાહીમભાઇ અલ્લારખા બેહલીમ રહે.પાલનપુર, નાની બજાર (૯) મુકેશકુમાર જેઠાલાલ વણકર રહે. પાટણ, સ્વસ્તિક રેસીડેન્સી – (૧૦) દિનેશભાઇ ડાહ્યાભાઇ પરમાર રહે. પાટણ, મીરા દરવાજા – (૧૧) દિલિપજી મોહનજી ઠાકોર રહે. નળુ, ઠાકોરવાસ ચોટીયા રોડ – (૧૨) સબીરખાન ઇસમામખાન બલોચ રહે. પાટણ, ગુલશનનગર – (૧૩) યુસુબખાન ઇમામખાન બલોચ રહે. પાટણ, ગુલશનનગર (૧૪) અસ્લમખાન દોલતખાન પઠાણ રહે. વડનગર, અમતોલ દરવાજાવાળો તમામને એલસીબીની ટીમે પકડી ખેરાલુ પોલીસે સોપતાં ખેરાલુ પોલીસને સોંપતાં ખેરાલુ પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Post a Comment