રાજકોટમાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને કોર્ટે સજા સહિત દંડ ફટકાર્યો | The court sentenced the accused who raped a 14-year-old girl in Rajkot and made her pregnant. | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

વર્ષ 2018માં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષની બાળકી ઉપર આરોપીઓ દ્વારા બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવી ગુનો આચરવાના બનાવવામાં પોલીસે બાળ આરોપીની ધરપકડ કરેલ અને આ બનાવ ક્રાઈમ હોવાથી બાળકિશોર આરોપીનો કેસ રાજકોટની પોકસો અદાલતમાં ચાલેલ અને આરોપી સામે ગુનો પુરવાર થતા પોક્સો અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારેલ છે અને 5000 રુપિયાનો દંડ ફટકારેલ છે.

આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી
આ કેસની હકીકત જોતા 14 વર્ષની બાળકી ઉપર હાલ બાળકીશોર આરોપી તેમજ અન્ય બીજા આરોપીઓ દ્વારા શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારી બાળકીને ગર્ભવતી બનાવી હતી. બાળકીને પેટમાં દુખાવો ઉપડતા ડૉક્ટર પાસે લઇ જવામાં આવી હતી, જે બાદ જાણ થઇ હતી. જેના આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ નાનજીભાઈ જારીયા, અરવિંદ કુબાવત, વીજાનંદ માયંદ, વિપુલ ચાવડા, ગોવિંદ સાકરીયાને ઝડપી પાડી પોક્સો એક્ટ હેઠળ કેસ ચાલતા કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.

દસ્તાવેજી પુુરાવાઓમને ધ્યાને લઈ સજા સાથે દંડ પણ ફટકાર્યો
​​​​​​​બાળ આરોપી માટે કેસ કાયદા મુજબ અલગ ચલાવવાનો હોય તે પોક્સો એક્ટ હેઠળ કેસ ચાલતા કોર્ટમાં સરકાર દ્વારા જુબાની તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા. આ રજૂઆતમાં આરોપી સામે 14 વર્ષની બાળકી ઉપર બળાત્કાર આચરવાનો અને તેને ગર્ભવતી બનાવવાનો ગંભીર ગુનો દર્શાવેલો છે. આવા સમાજ વિરોધી ગુનામાં કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવી જોઈએ અને તે રજુઆતને ધ્યાને લઇ તેમજ દસ્તાવેજી પુરાવાઓ અને જુબાનીઓને ધ્યાને લઇ નામદાર પોકસો અદાલતના જજ જે ડી સુથારે બાળકિશોર આરોપીને આજીવન કેદની સજા ફટકારેલ છે અને 5000 રુપિયાનો દંડ કરેલ છે.​​​​​​​ બાળકિશોર આરોપી બનાવ સમયે બાળ કિશોર હોય હાલમાં તે આરોપી પુખ્ત વયનો થઇ ગયેલો હોય અને તેની ઉંમર 23 વર્ષ જેટલી હોય તેને સુધારા ગૃહમાં નહી પરંતુ જેલ હવાલે કરી આપવામાં આવેલ છે..

Previous Post Next Post