પાટણ રાણકીવાવ ખાતે 14 જુદાં-જુદાં સ્થળો ઉપર યોજાનાર કાર્યક્રમમાં વક્તાઓ યુવાનો સાથે મુક્ત મને ચર્ચાઓ કરશે | The program will be held at 14 different venues at Patan Rankivav, where speakers will hold open-ended discussions with the youth. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Program Will Be Held At 14 Different Venues At Patan Rankivav, Where Speakers Will Hold Open ended Discussions With The Youth.

પાટણ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ સહિત ઉત્તર ઝોનમાં આગામી 15 થી 21 મે દરમિયાન ગુજરાત સરકારનાં સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજીત યુવાનોનાં સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા પાટણ સહિત ઉત્તર ઝોનમાંથી 1 લાખ યુવાનોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં તમામ લોકો કાર્યક્રમમાં વિકાસ માટે વક્તાઓ સમક્ષ ખુલ્લા મને પોતાના વિચારો વ્યક્ત કરી મુકતમને ચર્ચાઓ કરશે.

જી-20 અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારનાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાર ઝોનમાં યુવાનોનાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં આવતા પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં આગામી તા. 15 થી 21 દરમિયાન યુવાનોનો સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉત્તર ઝોનમાં એક લાખ યુવાનોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. દરેક જિલ્લાનાં તાલુકા અને પાલિકા વિસ્તારમાં સંવાદ કાર્યક્રમ યોજાશે.

આગામી તા. 15મીં નાં રોજ પાટણ ખાતે 9 તાલુકા તેમજ પાંચ નગરપાલિકા મળી 14 જેટલા સ્થળો ઉપર આ કાર્યક્રમ યોજાશે. જેમાં ભાગ લેવા જિલ્લાનાં 8000 યુવાનોએ પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું છે તા. 15 મે નાં રોજ પાટણમાં રાણકી વાવ ખાતે સાંજે 4-00 વાગે 500થી વધુ યુવાનોનો સંવાદ કાર્યક્રમ યોજાશે. આ સંવાદ કાર્યક્રમમાં વક્તા દશૅક ત્રિવેદી દ્વારા યુવાનોની લોકશાહીમાં ભાગીદારી, યુદ્ધ વિરામ અને વિશ્વ શાંતિ, આરોગ્ય સુખાકારી અને રમતગમત, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, આધુનિક ઈનફ્રાસ્ટ્રક્ચર જેવા વિષયો ઉપર યુવાનોને માગદશૅન પુરૂ પાડશે. તો યુવાનો પણ દેશનાં વિકાસ માટે પોતાના વિચારો વક્તા સમક્ષ મુક્તમને વ્યક્ત કરી ખુલ્લામને ચર્ચા કરશે. તેવું ઉત્તર ઝોન સંચાલક ડૉ. મયંક બારોટ, પાટણ જિલ્લા સંચાલક વિવેક જોષીએ પાટણ જુનાં સર્કિટ હાઉસ ખાતે શનિવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

Previous Post Next Post