- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- As Many As 1404 Percolating Wells Have Been Constructed In Ahmedabad In The Last One Year, Information About How Many Are In Progress Is Not Available.
અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક
આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન ભૂગર્ભ જળ સંચય માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હવે જાગ્યું છે અને આગામી દિવસોમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં આવેલી બિલ્ડિંગોમાં ભૂગર્ભ જળસંચય માટે બનાવવામાં આવતી પરકોલેટિંગ વેલની તપાસ કરશે જે સોસાયટીમાં પરકોલેટિંગ વેલ કાર્યરત નહીં હોય તેને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના નીતિ નિયમ મુજબ પરમિશન લેતી વખતે બિલ્ડિંગમાં પરકોલેટિંગ વેલ હોવી જરૂરી છે, પરંતુ બિલ્ડરો દ્વારા એક વખત આ પરકોલેટિંગ વેલ બનાવી દેવામાં આવે છે પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી. તેના કારણે ભૂગર્ભ જળસંચય કરી શકાતું નથી. અમદાવાદમાં 1404 જેટલી પરકોલેટિંગ વેલ હોવાનું એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે, કેટલી પરકોલેટિંગ વેલ કાર્યરત છે તેની માહિતી આપવામાં આવી ન હતી જેથી સ્પષ્ટ જણાય છે કે, એસ્ટેટ વિભાગની ટીમ પરકોલેટિંગ વેલ બાબતે ગંભીર નથી.
ઉત્તર- પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 558 પરકોલેટિંગ વેલ
ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં પરકોલેટિંગ વેલની સફાઈ, જાળવણી અને ચેકિંગ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે દરેક સોસાયટીઓમાં પરકોલેટિંગ વેલ બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અને ઉત્તર- પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 558 પરકોલેટિંગ વેલ સહિત શહેરમાં હાલ 1404 પરકોલેટિંગ વેલ છે. જોકે આમાંથી કેટલી પરકોલેટિંગ વેલ કાર્યરત છે ની માહિતી પૂછતા તેઓ જવાબ આપી શક્યા ન હતા. નગર રચના યોજના દ્વારા ગામતળમાં વિકાસ માટે T.P. મંજૂર કરવામાં આવી છે અને પાલડી તથા બાકરોલની ડ્રાફ્ટ ટી.પી. મંજૂર કરાતાં કોર્પોરેશનને કુલ 31 પ્લોટ મળશે. જેમાં પાલડીમાં 11 પ્લોટ અને બાકરોલમાં 20 પ્લોટની કુલ 1.14 લાખ ચો.મી. જમીન મળશે.
સ્કીમમાં પરકોલેટિંગ વેલ બનાવવાનું ફરજિયાત
જેમાં વિકાસ, ગાર્ડન, રહેણાંક, એસ ઇ ડબલ્યુ એસ એચ, સામાજિક માળખા માટે અને પાર્કિંગ તેમજ કોમર્શિયલ હેતુ માટે પણ આ પ્લોટનો ઉપયોગ થઈ શકશે. શહેરમાં નવી બનતી સોસાયટીમાં પરકોલેટિંગ વેલ હોય તો જ BU પરમીશન આપવામાં આવે છે. ગત વર્ષે 1100 પરકોલેટિંગ વેલ બનાવાયા હતા. 4000 ચો.મી જગ્યામાં ડેવલપ થતી સ્કીમમાં પરકોલેટિંગ વેલ બનાવવાનું ફરજિયાત કરાયું છે. જોકે, એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા આ સરક્યુલરનો અમલ થતો ન હોવાનું જોવા મળે છે. શહેરમાં પરકોલેટિંગ વેલ બનાવવા માટે ફક્ત પર અરજી મળી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનને સોસાયટી દ્વારા અરજી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરકોલેટિંગ વેલ બનાવવા માટે થઈ અને 80 ટકા ગ્રાન્ટ સરકાર ફાળવે છે જ્યારે 20 ટકા સોસાયટીને ગ્રાન્ટ ફાળવવાની હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સોસાયટી દ્વારા અરજી કરવાની હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગને અત્યાર સુધીમાં 75 જેટલી જ અરજીઓ મળી છે. 26 સોસાયટીમાં પર પરકોલેટિંગ વેલ ન બનાવવા માટે અસંમતિ દર્શાવવામાં આવી છે.
ક્યાં કેટલી પરકોલેટિંગ વેલ બની
- ઉત્તર-પશ્ચિમ ઝોન- 558
- દક્ષિણ-પશ્ચિમ ઝોન- 121
- પશ્ચિમ ઝોન- 181
- મધ્ય ઝોન- 24
- ઉત્તર ઝોન- 130
- પૂર્વ ઝોન- 232
- દક્ષિણ ઝોન- 158