થરાદ-ખોડા ચેકપોસ્ટ પરથી ઈંગ્લીશ દારૂની 1415 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 1415 bottles of English liquor at Tharad-Khoda check post. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)7 કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખોડા પોસ્ટ પરથી પોલીસે એક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે જેમાં થરાદ પોલીસને મળેલી બાત મેં હકીકતના આધારે રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ ટ્રકને રોકાવી પોલીસે ચેક કરતા ટ્રકમાં થી પોલીસ ને મોટી દારૂ મળી આવતા એક ઈસમો ની અટકાયત કરી બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોય થરાદ પોલીસ ખોડા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સાંચોર બાજુથી બાતમી હકીકત વાળી ટ્રક GJ – 12 – AT – 6249 આવતા પોલીસ તેને રોકાવી ચેક કરતાં તેમાં પાવડરના કટ્ટાની નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની પેટીઓ મોટી માત્રામાં મળી આવી હતી પોલીસે તેનો કબ્જો લઈ બિયરની 59 પેટીઓ 1415 જેટલી બોટલો મળી આવી હતી જે ગાડી સહિત કુલ મુદ્દામાલ કબ્જે કરી ગાડીના ચાલક હેમારામ વાલારામ જાટ જાખડ રહે – દિનગઢ ચૌહટણ બાડમેર રાજસ્થાનવાળો પ્રોહી જથ્થા સાથે ઝડપી પાડી તેના વિરૂદ્ધ તેમજ દારૂ ભરવનાર કાનારામ જાટ રહે – કકરાલા સેડવા બાડમેર રાજસ્થાન વાળાઓ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ નો ગુનો દાખલ કરી થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post Next Post