- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Police Nabbed Three Smugglers From Mehsana Who Stole Valuables By Taking Passengers In Rickshaws In Areas Of Maharashtra Including Gujarat.
મહેસાણા8 કલાક પહેલા
- કૉપી લિંક
મહેસાણા સહિત ગુજરાતના રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ એકલ દોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડી પોતાના સાગરીતો સાથે મળી નજર ચૂકવી કિંમતી સામાન ચોરી કર્યા બાદ મુસાફરોને અધવચ્ચે ઉતારી રફુચક્કર થઈ જનાર ટોળકીને મહેસાણા એલ.સી.બી ટીમે દૂધસાગર ડેરી પાસેથી દબોચી લીધા હતા. તસ્કરો ચોરી કરેલો સમાન મહેસાણા વેચવા આવ્યા હતા ત્યારે પોલીસે ત્રણ ઈસમો ને ઝડપી ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહેસાણા એલ.સી.બી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, દૂધસાગર ડેરી રામોસના બ્રીજના છેડે નમ્બર પ્લેટ વગરની રિક્ષામાં ત્રણ શંકાસ્પદ ઈસમો બેસેલા છે. બાતમી મળતા પોલીસ સ્થળ પર જઇ રિક્ષામાં બેસેલા ત્રણ ઇસમોને ઝડપી તપાસ કરતા તેઓ પાસેથી સોનાની બંગડીઓ અને બુટ્ટીઓ મળી આવતા પોલીસે કડકાઈ થી પૂછપરછ કરી હતી
મહિલાને રિક્ષામાં બેસાડી ચોરી કર્યા બાદ મહેસાણા સામાન વેચવા આવ્યાં
સમગ્ર કેસમાં મહેસાણા એલસીબી ટીમે રિક્ષામા બેસેલા મહમદ આસીફ આરીફ બસીર અંસારી,સૈફઅલી શેખ, અબ્દુલ ભાઈ ઉંમર ભાઈ અરબને ઝડપી પૂછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે, અમદાવાદ ના પાલડી ખાતે એક મહિલાને ઉજાલા સર્કલ જવાનું હોવાથી તેણે રિક્ષામાં બેસાડી હતી અને રિક્ષામાં સવાર ચોર ટોળકીએ વાતોમાં ઉલજાવી મહીલાની બેગમાંથી સોનાની બંગડીઓ, સોનાની બુટ્ટીઓ કાઢી લીધા બાદ મહિલાને વાસણા અજલી બ્રિજના છેડે અધવચ્ચે ઉતારી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ ચોરી કરેલા દાગીના મહેસાણા વેચવા આવતા ઝડપાઇ ગયા હતા.
અમદાવાદ, મહેસાણા, મહારાષ્ટ્ર, રત્નાગીરી પોલીસ મથકમાં ગુના દાખલ
તસ્કરો ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ પોતાની રિક્ષામાં એકલ દોકલ મુસાફરોને બેસાડી ત્યારબાદ કિંમતી સમાન ચોરી મુસાફરોને અધવચ્ચે ઉતારી ફરાર થઇ જવાની ફરિયાદ અમદાવાદના આનંદ નગર પોલીસ, અમદાવાદ ઇસનપુર,મહેસાણા બી ડિવિઝન,અમદાવાદ માધવપુર,શામળાજી,કલોલ,અડાલજ,સિદ્ધપુર,ખેરાલુ,મહારાષ્ટ્ર,રત્નાગીરી સહિતના પોલીસ મથકમાં રિક્ષામાં પેસેજર બેસાડી નજર ચૂકવી ચોરી અંગેના ગુના નોંધાઇ ચુક્યા છે.
મહેસાણા એલસીબી ટીમે તસ્કરો પાસેથી સોનાની બુટ્ટી નંગ 4 કિંમત 50,000, સોનાની બંગડી નંગ 4 કિંમત 2,94,00 લેડીઝ ટાઈટન વોચ કિંમત 2500,રીક્ષા કિંમત 70,000, મોબાઈલ ફોન નંગ 2 કિંમત 2500 મળી કુલ 4,19,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે