અમદાવાદમાં બોપલ, થલતેજ, ચાંદલોડીયા સહિત 142 જગ્યાએ નવા રોડ બનશે, 31 મે પહેલા કામ પૂરુ કરવાની સૂચના અપાઈ | New roads will be constructed at 142 places including Bhopal, Thaltej, Chandlodia in Ahmedabad, instructions to complete the work before May 31 | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • New Roads Will Be Constructed At 142 Places Including Bhopal, Thaltej, Chandlodia In Ahmedabad, Instructions To Complete The Work Before May 31

અમદાવાદ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં ચોમાસા બાદ રોડ રસ્તા ની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં જ્યાં પણ તૂટેલા રોડ છે તેને ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ આદેશ આપ્યા છે. પ્રિમોનસૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં જ્યાં પણ તૂટેલા રોડ છે અથવા નવા રોડ બનાવવાના છે તેની કામગીરી 31 મે પહેલા પૂર્ણ થઈ જાય તેની સૂચના આપી દેવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા કુલ 142 જેટલા રોડ પૂર્ણ કરવાના છે જે કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરના બોપલ, ઘુમા, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં સૌથી વધુ 27 જેટલા રોડ ચોમાસા પહેલા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે તો પશ્ચિમ ઝોનમાં પણ સાબરમતી, ચાંદખેડા, વાસણા, પાલડી, વાડજ, નારણપુરા ઘાટલોડીયા સહિતના વિસ્તારોમાં 20થી વધુ રોડ બનાવવાના છે.

ગુજરાત હાઇકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામું રજૂ કર્યું જેમાં 1722 જેટલા સ્થળોએ સમારકામની આવશ્યકતા હોવાની રજૂઆત કરી હતી. ચોમાસા પહેલા શહેરમાં કુલ 95642 મીટર લંબાઈના રોડ બનાવવાના છે. પ્રિ મોનસૂન કામગીરીના ભાગરૂપે અલગ અલગ વિભાગો દ્વારા વિભાગીય કામગીરીઓ વરસાદને અનુલક્ષીને શરૂ કરવામાં આવી છે. આ તરફ રોડ વિભાગ દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવી છે

શહેરમાં ઝોનદીઠ ક્યાં કેટલા રોડ બનશે

ઝોન રોડની સંખ્યા લંબાઈ(મીટર)ઉત્તર 09 4975મધ્ય 08 2245દક્ષિણ પશ્ચિમ 26 13845પશ્વિમ 22 18880દક્ષિણ 13 9936પૂર્વ 20 11110ઉત્તર પશ્ચિમ 27 18011રોડ પ્રોજેકટ 17 16640

Previous Post Next Post