પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક
પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મહેસાણા તરફ જઈ રહેલ એક શખ્સને ભુજ કચ્છ રેન્જની ક્રાઈમ સેલ ટીમ દ્વારા આબાદ ઝડપી વિદેશી દારૂના જથ્થા સાથે રૂપિયા 6.70 લાખના મુદ્દા માલને હસ્તગત કરી સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી માટે સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ ભુજ કચ્છ રેન્જના મહાનિરીક્ષકની સુચના અનુસાર ભુજ કચ્છ રેન્જની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા રેન્જમાં પ્રોહિબીશનના ગુના શોધી કાઢવા પો.ઇન્સ.ટી.આર ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ છે.એ.એસ.આઇ નરપતસિહ ભાવુભા તથા પો.હેડ.કોન્સ વિપુલભાઈ ખોડાભાઇ નાઓ પાટણ જીલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે માહીતી મળેલ કે એક સ્વીફ્ટ ગાડી કારમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને મહેસાણા તરફ જનાર છે જે હકીકત આધારે પંચો ને સાથે રાખીને ચાર રસ્તા નજીક નાકાબંધી કરી ઉભા હતા તે દરમ્યાન હકીક્ત મુજબની ગાડી આવતા તેને રોકાવી ગાડી ચાલકનું નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ હિંમતસિંહ માધવસિહ ઝાલા રહે.કટોસણ તા. જોટાણા જી.મહેસાણા વાળો હોવાનું જણાવ્યું હતું.
ગાડીની તપાસ કરતા વચ્ચેની સીટીમાં તેમજ ડેકીમાં ભારતીય બનાવટની વદેશી દારૂની પેટીઓ ભરેલ હોય જે સ્થળ ઉપર ગણવી હિતાવહ ન હોય ઇસમને દારુ ભરેલ સ્વીફટ ગાડી સાથે સિધ્ધપુર પોલીસ સ્ટેશન લાવી વિદેશી દારૂ ની ગણતરી કરતાં બોટલ નંગ- 1458 કિ. રૂ. 1,60,608 અને સ્વીફ્ટ ગાડી કિ. રૂ. 5 લાખ, એક મોબાઇલ કિ. રૂ. 10 હજાર મળી કુલ રૂ.6.70, 608 ના મુદામાલ સાથે હિંમતસિંહ ઝાલારહે. કટોસણ ની અટકાયત કરી વિદેશી દારૂ ની હેરાફેરી મા સંકળાયેલા મથુરસિંહ ઉર્ફે મનુહરસિહ પારખનસિંહ રહે. માવલ તા. શિરોહી અનેબકુભા પારખનસિંહ માવલ તા.શિરોહી વાળા ને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ છે.