અમદાવાદમાં પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય થઈ નથી 15 દિવસમાં જો કામગીરી પૂર્ણ નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે | Premonsoon work in Ahmedabad has not been done properly, if the work is not completed in 15 days, Congress will protest | Times Of Ahmedabad

અમદાવાદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં રવિવારે પડેલા ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાવવાની, રોડ બેસી જવાની તેમજ હુવા પડવાની ફરિયાદો મળી હતી પ્રિમોન્સૂનની કામગીરીના ઉડતા આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી હતી કે પ્રમોશનની કામગીરી દરમિયાન જે કામગીરી કરવાની હોય છે તે કામગીરી યોગ્ય રીતે થઈ નથી. જેથી 15 દિવસમાં શહેરમાં આવેલી ડ્રેનેજ લાઈનોને અને કેચપીટોને સાફ નહીં કરવામાં આવે તો વિપક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા મેયર કિરીટ પરમારને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે કોર્પોરેશન તંત્રની બપ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહેલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે ભાજપ સત્તાધીશો દ્વારા કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવે તેમજ જે કામગીરી બાકી રહી છે તે ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન ક્યાંય પણ પાણી ભરાશે અથવા રોડ તૂટી જવાની તેમજ બેસી જવાની ઘટનાઓ બનશે તો જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીની જવાબદારી રહેશે.

મેયર કિરીટ પરમાર વિપક્ષના આવેદનપત્ર નો જવાબ આપતા જણાવ્યું હતું કે વિપક્ષનું કામ તો વિરોધ કરવાનું છે તેઓ અમદાવાદ શહેરની નહીં પરંતુ માત્ર મકતમપુરાની વાત કરતા હોય છે. વિકાસના કામો માટે રોડ ઉપર ખોદકામ કરવામાં આવતું હોય છે અને ક્યાંક આવી સમસ્યા ઊભી થાય છે. પ્રિ મોનસૂન બેઠકની કામગીરીમાં બે વખત કેચપીટ સાફ વગેરેની સુચના આપવામાં આવી હતી અને હજી પણ 15 દિવસ ચોમાસાના બાકી છે. અત્યારે જે વરસાદ પડ્યો એ ચોમાસાનો નહીં પરંતુ કમોસમી વરસાદ છે જેથી ચોમાસા પહેલા જે પણ કામગીરી કરવાની હોય છે તે પૂર્ણ થઈ જશે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે પ્રિમોન્સૂનની યોગ્ય કામગીરી ન થવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ હાયરે મેયર હાય હાયના નારા લગાવ્યા હતા. કોર્પોરેશન વિરુદ્ધ બેનરો દર્શાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Previous Post Next Post