રાજકોટ4 કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા પાકા કામના કેદી મુકેશ દિલીપભાઈ જોગીયાને તેમના ભાભી કલ્પનાબેન કમલેશભાઈ જોગીયાએ કપડાંમાં આડી અવડી સિલાઈ કરી કપડાં મોકલાવ્યા હતા તે કપડાં જેલ સ્ટાફ દ્વારા તલાશી લઈ જોતા સિલાઈ તોડી જોતા તેમાંથી અંદાજીત 15 જેટલી તમાકુની પડીકી મળી હતી. આ મામલે મધ્યસ્થ જેલના સુબેદાર અશોકસિંહ જગતસિંહ રાઠોડએ આ કલ્પનાબેન વિરુદ્ધ પ્રિઝન એકટ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
એક જોડી કપડા મોકલાવ્યા હતા
સુબેદારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ડ્યુટી ઇ.ચાર્જ જેલર તરીકે હતી તે દરમીયાન ઝડતી અમલદાર હવાલદાર લાલજીભાઇ ધાપાએ અમોને રિપોર્ટ આપવામાં આવેલ કે પાકા કામના કેદી નંબર-44507 મુકેશ દીલીપભાઇ જોગીયાનાઓની મુલાકાતમાં આવેલા તેના સગા ભાભી કલ્પનાબેન કમલેશભાઇ જોગીયાએ તેના દેર માટે મોકલાવેલ કપડાની થેલીમા એક જોડી કપડા મોકલાવ્યા હતા.
થેલીમાં સિલાઇ કરીને લાવી હતી
જેમા થેલી બન્ને બાજુ આડી-અવળી સીલાઇ કરેલ હોય જેથી થેલી ઝડતી રૂમ ખાતે લઇ સિલાઇ તોડી જોતા તેમાં ખાવાની પંદર પુરી તમાકુ આશરે 25 થી 30 ગ્રામ જેટલી મળી આવી હતી. બાદમાં તુરત જ તે બહેન બહાર બેસેલી હતી તેને અંદર બોલાવી અને તેની પુછપરછ કરતા પોતે તેના દેરને ખાવા માટે તમાકુ થેલીમાં સિલાઇ કરીને લાવી હતી તેમ જણાવેલ જેથી કલ્પનાબેને જેલ જાહેરનામાનો ભંગ કરી જેલ પ્રતિબંધિત ચીજ વસ્તુ અંદર ઘુસાડવા પ્રયાસ કર્યો હોય તો કલ્પનાબેન સામે કલમ-188 તથા ધ પ્રિઝન એક્ટ કલમ-42, 43, 45(12) મુજબ ગુન્હો નોંધી તમાકુ આશરે 25 થી 30 ગ્રામ તથા આરોપી કલ્પનાબેનને સકંજામાં લીધા હતા.