રાજકોટ જિલ્લામાં 16,383 પરિક્ષાર્થી ગેરહાજર, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓ ખડેપગે રહ્યા | 16,383 examinees were absent in Rajkot district, Collector and District Development Officer were left stranded. | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા અને નક્કર પ્રયાસ સાથે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લેવાનાર ગ્રામ પંચાયતનાં મંત્રી (તલાટી કમ મંત્રી)ની સ્પર્ધાત્મક પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેમાં 57,000 પૈકી 40,617 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 16,383 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સમગ્ર પરીક્ષા દરમિયાન કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સતત ખડેપગે રહ્યા હતા.

પેપરો ફરીથી સ્ટ્રોંગરૂમમાં સીલ
આજરોજ સવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકાર દેવ ચૌધરી કડક બંદોબસ્તના નિરીક્ષણ અર્થે રીસિવિંગ-ડીસ્પેચિંગ સેન્ટર સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હાજર રહ્યા હતા. તેમજ જી.પી.એસ ટ્રેકિંગ સિસ્ટમ રૂમની મુલાકાત લઈ પરીક્ષા કેન્દ્ર ઉપર પ્રશ્નપત્ર પહોંચાડવાની કામગીરી સુચારુ રૂપે થઈ રહી છે કે નહીં, તે સુનિશ્ચિત કર્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ જાત દેખરેખ હેઠળ તમામ પેપરો ફરીથી સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા હતા.

જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે કેન્દ્રો પર પ્રશ્નપત્રો પહોંચ્યાં
ઉલ્લેખનીય છે કે, રિસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટરેથી જ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવાનો અવકાશ ન મળે તેવા કડક બંદોબસ્ત વચ્ચે સુપર વાઈઝર, વીડિયો ગ્રાફર, ફોટોગ્રાફર અને પોલીસકર્મી સહિતની બનેલી ટીમ દ્વારા જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે 97 જેટલા રૂટના 197 કેન્દ્રો ઉપર પ્રશ્નપત્રો પહોચાડવામાં આવ્યા હતા. વધુમાં પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્નપત્ર સુરક્ષિત ન પહોંચે ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવ્યું હતું.​​​​​​​

4 હજાર જેટલો સ્ટાફ ખડેપગે રહ્યો
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ઉપર પણ પરીક્ષાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને નીતિ નિયમો મુજબની પ્રવેશ પ્રક્રિયા દ્વારા પરીક્ષાર્થીઓના કોલ લેટર, આઈ. ડી. પ્રૂફ ચકાસીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા સફળતાપૂર્વક લઈ શકાય તે માટે અધિકારીઓ-કર્મચારીઓ સહિત 4 હજાર જેટલો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. તમામ કામગીરી ઉપર ખુદ કલેક્ટર પ્રભવ જોશી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ સતત વોચ રાખી હતી.