Monday, May 15, 2023

ધ્રાંગધ્રામાં અભયમની ટીમે 17 વર્ષીય સગીરાના લગ્ન અટકાવ્યા, બાળલગ્ન પ્રતિબંધક અધિકારીએ દીકરી-દીકરાના માતાપિતા પાસે બાંહેધરી પત્ર લખાવ્યા | Abhayam's team stops marriage of 17-year-old minor in Dhrangadhra, Child Marriage Prohibition Officer writes guarantee letter to parents of daughter-son | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Abhayam’s Team Stops Marriage Of 17 year old Minor In Dhrangadhra, Child Marriage Prohibition Officer Writes Guarantee Letter To Parents Of Daughter son

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ધ્રાંગધ્રામાં સગીરાના બાળલગ્ન થતાં હોવાની 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી. જેમાં જાણ થતાં સુરેન્દ્રનગર ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર રૂચિતા મકવાણા, મહીલા કોન્સ્ટેબલ મનીષાબેન નાકિયા અને પાયલોટ શિવમભાઈ મોરી તાત્કાલિક ધ્રાંગધ્રા પહોંચીને અને પોલીસ સ્ટેશનના કર્મચારી સાથે રાખી લગ્નસ્થળે દોડી ગયા હતા.

181 મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા જે દીકરી-દીકરાના લગ્ન થઈ રહ્યા હતા અને તેના માવતરને મળી જન્મ અંગેનું પ્રમાણપત્ર માગતા દીકરીની ઉંમર માત્ર 16 વર્ષ અને 7 માસ અને દીકરાની ઉંમર 19 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી દીકરીના માવતરને 18 વર્ષ પછી જ લગ્ન કરવા અને જો 18 વર્ષ પૂર્વે લગ્ન કરે તો કાયદાકીય ગુનો ગણાય તે અંગેની માહિતી આપી હતી.

બાદમાં આ બાળલગ્ન અંગે 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીએ જાણ કરવામાં આવી હતી. અને જાણ થતાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 181 મહિલા હેલ્પલાઇનની ટીમ અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ટીમ દ્વારા દીકરી-દીકરાનાં માવતર પાસેથી બાહેંધરી પત્ર લખાવ્યું હતું. અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ટીમ દ્વારા ધારાધોરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.