જૂનાગઢના ઈવનગરમાં ટ્રકના વ્હીલ પાનાથી માથાના ભાગે 17 જેટલા ઘા મારી મહિલાની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી | In Junagadh's Ivannagar, the woman was killed by 17 injuries on the head with the wheel rim of a truck, the police conducted an investigation. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Junagadh’s Ivannagar, The Woman Was Killed By 17 Injuries On The Head With The Wheel Rim Of A Truck, The Police Conducted An Investigation.

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામના અને હાલ સાત વર્ષથી જૂનાગઢ તાલુકાનાં ઈવનગરમાં રહેતી મહિલાની વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. ટ્રકના વ્હીલ પાનાથી માથાના ભાગે 17 થી વધુ ઘા મારી મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયા નામની 35 મહિલા પોતાના સંતાનો સાથે જૂનાગઢના ઈવનગરમાં રહેતી હતી અને તેમનો પતિ પાલનપુર ખાતે મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન આજે વહેલી સવારે લોહીથી લથપથ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાનો ભેદ ઉકેલવા જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post