- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- In Bharuch Municipality, The Case Of The Chairman Of The Executive Committee Insulting The Petitioner About Caste At The Police Station.
ભરૂચ6 કલાક પહેલા
- કૉપી લિંક
ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારા મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મોટા પ્રમાણમાં વાંધા અરજીઓનો ખડકલો થતા નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષ ને વાંધા અરજી કરનારને રૂબરૂ સાંભળવા બોલાવ્યા હતા જેમાં એક અરજદારને વાંધા અરજી કેમ કરી છે તેમ કહી સવાલ કરતા ગંદકીનો મુદ્દો મુકતા અરજદારને જાતિ વિશે અપમાનિત કરતા અરજદારે એ ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ આપી હતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા લીંમડી ચોકમાં રહેતા એક મિલકત ધારકે ભરૂચ નગરપાલિકામાં વાંધા અરજી કરી હતી વાંધા અરજી કરનાર મિલકત ધારક અથવા તો તેના પરિવારમાંથી એક વ્યક્તિએ કારોબારી સમિતિ સમક્ષ રૂબરૂ હાજર થવા નગરપાલિકાના ચીફ ઓફિસરની સહી સાથેની નોટિસ આપવામાં આવી હતી અને તે જ નોટિસના આધારે મિલકત ધારકના એક સભ્ય ધીરજભાઈ ખુશાલભાઈ પરમાર હાજર રહ્યા હતા અને તેઓને કારોબારી સમિતિની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા તે દરમિયાન કારોબારી સમિતિના સભ્યએ કહ્યું તમને શું વાંધો છે કે વાંધા અરજી કરી તો તેઓએ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં ખુલ્લી ગટરના ગંદા મળમૂત્ર વાળા પાણી પીવાના પાણી સાથે મિક્સ થવાના કારણે સ્થાનિકો ગંભીર બીમારીમાં સપડાઈ રહ્યા છે અને ગંદકીની સફાઈ થતી નથી એટલે વાંધા અરજી કરી છે તો કારોબારી સમિતિના જ સભ્યએ કહ્યું તમે કઈ જાતિમાંથી આવો છો તમને ખબર છે અને તમારી જાતિના લોકો સફાઈ કરવા તૈયાર નથી તો અમે શું કરીએ તેમ કહેતા જાતિ વિશે એક જ શબ્દ ચાર વાર અરજદારને કહીને તેઓને જાતિ વિશે અપમાનિત કરતા અરજદારનો પીતો ગયો હતો અને ઓફિસમાં જ બંને વચ્ચે ગરમા ગરમી થતા આખરે અરજદારે એટ્રોસિટીની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે આપી હોવાની માહિતી સામે આવી રહી છે.