ધીરુભાઈ ભીલ 18મી મેના રોજ સી.આર. પાટીલની હાજરીમાં કોગ્રેસ છોડી કેસરિયો ધારણ કરે તેવી શક્યતા | Dhirubhai Bhil on 18th May CR. Chances of Kesario leaving the Congress in Patil's presence | Times Of Ahmedabad

છોટા ઉદેપુર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભા બેઠકના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ધીરુભાઈ ભીલે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાના સંકેત આપી દીધા છે. બે દિવસ બાદ નસવાડી ખાતે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરવાના સંકેત આપ્યા છે.

છોટા ઉદેપુર જિલ્લામાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે, કોંગ્રેસ ધીરે ધીરે નામશેષ થઈ રહી છે, એક પછી એક કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે હવે સંખેડા વિધાનસભા બેઠકના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ધીરુભાઈ ભીલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે.

બે દિવસ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.અર. પાટીલ નસવાડીના કેસરપુરા મુકામે એકલવ્ય સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેવાના છે. ત્યારબાદ પાર્ટીની અગત્યની મિટિંગ પણ અહીંયા થનાર છે. ત્યારે તે કાર્યક્રમમાં સ્થાનિક પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાવા અંગેની જાહેરાત કરી શકે છે. પોતાના ગામમાં જ સરકાર દ્વારા અત્યાધુનિક 1200 વિદ્યાર્થીઓ માટે શાળા સંકુલ બનાવવતા તેઓને સરકાર સાથે રહીને લોકોના કામ કરવાની ઈચ્છા થઈ હોવાથી ભાજપમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે તેવા સંકેતો આપતા છોટા ઉદેપુર કોંગ્રેસને મરણતોલ ફટકો પડશે. જિલ્લામાં લગભગ કોંગ્રેસ નેસ્તનાબુદ થવાના આરે ઊભી રહી જશે તેવું હાલ લાગી રહ્યું છે.

Previous Post Next Post