રાજકોટથી બાબા ચાર્ટર્ડ પ્લેનમાં આવશે,નવલખી મેદાનમાં 1.80 લાખ સ્ક્વેર ફૂટમાં સભા યોજશે, દૈનિક 1.25 લાખ ભક્તો ઉમટશે | Baba will come in a chartered plane from Rajkot, will hold a meeting in 1 lakh 80 thousand square feet at Navalkhi Maidan, 1.25 lakh devotees will gather daily. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Baba Will Come In A Chartered Plane From Rajkot, Will Hold A Meeting In 1 Lakh 80 Thousand Square Feet At Navalkhi Maidan, 1.25 Lakh Devotees Will Gather Daily.

વડોદરા22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
નવલખી મેદાનમાં તૈયારીઓ શરૂ. - Divya Bhaskar

નવલખી મેદાનમાં તૈયારીઓ શરૂ.

વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે 3 જૂનના રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર આશિર્વચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે ફરાસખાનાનો સામાન નવલખી મેદાન ખાતે આવી ગયો છે. 1.80 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં 1.25 લાખ લોકો આવશે તેવો આયોજકોએ દાવો કર્યો છે.

આયોજકોએ સ્થળ નિરીક્ષણ કર્યું
દિવ્ય દરબાર આશિર્વચન કાર્યક્રમના આયોજક કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરામાં યોજાનાર દિવ્ય દરબાર આશિર્વચન કાર્યક્રમ માટે ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. અમને લોકોનો સાથ સહકાર સારો મળી રહ્યો છે. અમારી સમિતિ દ્વારા નવલખી મેદાન પર જઇને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કેટલા ગેટ મૂકવા પાર્કિંગ કયા સ્થળે રાખવું તે નક્કી કરવામાં આવ્યું છે. તેમજ પ્રજાને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

દરબારના સ્થળે CCTV લગાવવામાં આવશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નવલખી મેદાનમાં CCTV, ફાયર સેફ્ટી, પાણી તેમજ મેડિકલની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ વડોદરા શહેર પોલીસમાંથી પરમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દિવ્ય દરબાર આશિર્વચન કાર્યક્રમમાં 1.25 લાખ લોકો આવશે એવો અંદાજ છે.

દિવ્ય દરબાર આશિર્વચન કાર્યક્રમના આયોજક કમલેશ પરમાર

દિવ્ય દરબાર આશિર્વચન કાર્યક્રમના આયોજક કમલેશ પરમાર

સ્ટેજની બંને તરફ વીઆઇપી માટે વ્યવસ્થા
નવલખી મેદાનમાં તૈયાર કરવામાં આવનાર સ્ટેજની બંને બાજુ વીઆઇપી માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેજની સામે પણ વીઆઇપીઓને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને તેની પાછળ ભક્તો માટે ખુલ્લામાં બેસવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આવતીકાલથી ફરાસખાનાની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે.

મેડિકલ ટીમો તૈનાત રહેશે
બાગેશ્વર ઘામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઇને 80 બાય 40 ફૂટની સાઇઝનું સ્ટેજ તૈયાર કરવામાં આવશે. જેના માટે એક ડોમ પણ તૈયાર કરવામાં આવશે. જો કે, લોકોને ખુલ્લામાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 2 વીઆઇપી ગેટ અને 6 કોમન ગેટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ડોમની બંને બાજુ પાણીના ટેન્કરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો આવવાની હોવાથી મેડિકલ ટીમો પણ ખડેપગે રહેશે.

Previous Post Next Post