અમદાવાદ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી હવે શરૂ કરી છે. ઇમ્પેક્ટ ફીના કાયદા બાદ ગેરકાયદેસર બાંધકામ કરનારા અને નિયત ન કરાવનાર બાંધકામોને તોડવાની અને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે 19 જેટલી દુકાનો અને ઓફિસોને સીલ કરવામાં આવી છે. જ્યારે 6350 જેટલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં આબાદ આર્કેડમાં અને ઓઢવ વિસ્તારમાં કામોસ પાર્ક સોસાયટી પાસે આવેલી 9-9 અને એસ જી હાઇવે ઉપર કેપ્સીકમ રેસ્ટોરન્ટ નજીક આવેલી એક એમ કુલ 19 જેટલા કોમર્શિયલ એકમને સીલ કરવામાં આવ્યા છે. નારોલ, વટવા અને દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો ને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 6350 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર બાંધકામ આજે આ ત્રણેય વિસ્તારમાં તોડવામાં આવ્યું હતું.
સાબરમતી હાઇ સ્પીડ રેલ હબનું નિરીક્ષણ કરાયું
રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી અનિલકુમાર લાહોટી દ્વારા સાબરમતી હાઇ સ્પીડ રેલ (HSR) હબનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કરી તથા ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાબરમતીનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદ રેલવે સ્ટેશન પર આરએલડીએના અધિકારીઓ સાથે અમદાવાદ રીડેવલપમેન્ટ પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે સીઆરબી અને સીઇઓ અનિલકુમાર લાહોટીએ 22 મે 2023ના રોજ સાબરમતી હાઇ સ્પીડ રેલ (HSR) હબનું નિરીક્ષણ કર્યું અને સાબરમતી એચએસઆર સ્ટેશન પર થતી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી તથા સ્ટેશન પર મૂકવામાં આવેલ મોડલ પણ જોયું હતું. તેમણે પરિયોજનામાં કરવામાં આવેલ વિવિધ વિકાસ અને પ્રગતિ અંગે એનએચએસઆરસીએલના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
અશોકકુમાર મિશ્રા દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું
આ દરમિયાન તેઓએ ઓપરેશન કન્ટ્રોલ સેન્ટ્રલ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાબરમતીનું નિરીક્ષણ કર્યું અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના અધિકારીઓ સાથે મિટિંગ કરી તથા કાર્યરત કન્ટ્રોલ સેન્ટર કઇ રીતે પ્રભાવશઆળી પદ્ધતિથી વધારે સારું કાર્ય કરે છે તે અધિકારીઓએ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યુ હતું. આ દરમિયાન રેલવે બોર્ડના અધ્યક્ષ તથા મુખ્ય કાર્યકારી અધિકારી અનિલકુમાર લાહોટી તેમજ મહાપ્રબંધક પશ્ચિમ રેલવે અશોકકુમાર મિશ્રા દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
ટ્રેનોનું સંચાલન કરીને રીડેવલપમેન્ટ કરવામાં આવશે
ત્યારબાદ લાહોટીએ અમદાવાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદ સ્ટેશન પર આરએલડીએના અધિકારીએ પાવર પ્રેઝન્ટેશન દ્વારા અમદાવાદ સ્ટેશન રીડેવલપમેન્ટ વિશે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું કે આ રીડેવલપમેન્ટ કાર્યને કઇ રીતે કરવામાં આવશે, તેમાં કેવા કેવા પ્રકારના પડકારો આવશે અને કઇ રીતે ટ્રેનોનું સંચાલન કરીને રીડેવલપમેન્ટ કરવામાં આવશે. તેઓએ આણંદ એચએસઆર સ્ટેશનનું નિરીક્ષણ પણ કર્યું હતું. બાદમાં એફએસએલએમ કાસ્ટિંગ યાર્ડ 434 અને 442નું નિરીક્ષણ કરવામાં આવ્યું અને હાઇ સ્પીડ રેલ પરિયોજનાના ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરી. તેઓ સાથે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોકકુમાર મિશ્ર, અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન, વિભાગોના મુખ્યાધિકારીઓની સાથોસાથ પશ્ચિમ રેલવે અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટે (NHSRCL), વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તેમ જ આરએલડીએના અધિકારી પણ હાજર હતા.