ભાવનગર17 મિનિટ પહેલા
- કૉપી લિંક

તળાજામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સીગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટની કલમ અંતર્ગત તમાકુથી થતા નુકસાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહી કરતાં વેપારીઓને રૂ.18,900નો દંડ કરવામાં આવ્યો હતો.

આજે જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ દ્વારા તળાજા નગરપાલિકા ખાતે (COTPA-ACT) તમાકુ નિયંત્રણ અધિનિયમ- 2093 હેઠળ જુદા-જુદા વેપારીઓનાં ત્યાં દરોડા પાડી કુલ 18,900 રૂપિયાનો દંડ તમાકું નિયંત્રણ અધિનિયમ અંતર્ગત કલમ 7, 8, તથા 9 હેઠળ કરવાામાં આવ્યો હતો. જેમા જિલ્લા તમાકુ કંટ્રોલ સેલમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. સુનીલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર તળાજા ડો. જીતુભાઇ પરમાર, જયેશભાઈ શેઠ, હેતલબેન મકવાણા, કિશોરસિંહ સરવૈયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.