જુનાગઢ3 મિનિટ પહેલા
- કૉપી લિંક
તાજેતરમાં રિલીઝ થયેલી અને ખૂબ જ ચર્ચાનો વિષય બનેલી ધ કેરાલા સ્ટોરીને જોવા માટે આજે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા મહિલાઓ માટે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 11 થી તારીખ 19 સુધી દરરોજ મહિલાઓ માટે સ્પેશિયલ શો યોજાશે અને જૂનાગઢના સાંસદ અને ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી આપ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા માટેની માંગણી કરવામાં આવી છે. આજે આ ફિલ્મનો પ્રથમ શો મહિલાઓ માટે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનો એ આ ફિલ્મ નિહાળી હતી અને આ ફિલ્મ જોવા માટે પ્રેરણા આપવા બદલ ધારાસભ્ય સંજય કોરડીયા અને સાંસદનો મહિલાઓએ આભાર માન્યો હતો.
હાર્મીશા બોરીસાણીયા એ જણાવ્યું હતું કે મેં આજે કેરાલા સ્ટોરી ફિલ્મ જોયું જે ખૂબ જ સરસ છે અને જેને આ ફિલ્મ ડાયરેક્ટ કર્યું છે તેને હિંમત કરીને આ ફિલ્મને બહાર પાડી છે એ પણ ખૂબ જ હિંમતવાળું કામ છે.
ફિલ્મના રિલીઝ થયા એવા પણ રીવ્યુ આવે કે આ ફિલ્મ નથી સારી અને પ્રશ્નો પણ ઘણા ઊભા થશે તેમ છતાં પણ પૂરી તૈયારી સાથે આ ફિલ્મને ડાયરેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. ખાસ કરી દીકરીઓએ આ ફિલ્મ જોવી જોઈએ અને તેમને ખબર પડવી જોઈએ કે દીકરીઓ જે લોકો સાથે વાતચીત કરે છે તે વ્યક્તિ કેવી છે. તે વ્યક્તિને પૂરી જાણવી જોઈએ, જોયા જાણ્યા વગર જો કોઈ વ્યક્તિ સાથે સંબંધો કેળવાશે તો તે પોતાની જાતને ફસાવી દેશે. ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે શરૂઆતના સંબંધોમાં સારું અનુભવાશે. પરંતુ સમય વિતતા ખબર પડશે કે જે સારું હતું તે વાસ્તવિકતામાં તેના માટે ઘણું ખરાબ નિવડ્યું..
ફિલ્મ જોનાર ભાવનાબેન સરવૈયા એ જણાવ્યું હતું કે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા મહિલાઓને જે કેરાલા સ્ટોરી ફિલ્મ નિ:શુલ્ક બતાવવામાં આવી છે. ખાસ કરીને દસથી વીસ વર્ષની દીકરીઓ જે જુદા જુદા અભ્યાસ કરવા બહાર જાય છે. અને જે દીકરીઓ ભણે છે તેને આ ફિલ્મ ખાસ જોવી જોઈએ અને આ ફિલ્મથી દીકરીઓને ઘણી સમજણ મળશે.