Monday, May 15, 2023

પારડીના દમણી ઝાંપા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો, રૂ. 1.90 લાખના ઘરેણાની ચોરી | Smugglers targeted a closed flat in an apartment near Damani Jhampa in Pardi, Rs. 1.90 lakh jewelery stolen | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડીના દમણી ઝાંપા પાસે આવેલા એક એપાર્ટમેન્ટના બંધ ઘરમાં તસ્કરોએ ધોળા દિવસે ચોરી કરો હાથ સફાયો કરી ગયા હતા. બંધ ફ્લેટનો દરવાજાનું તાળું તોડી લોખંડના કબાટમાં મુકેલા સોનાના ઘરેણાની તસકરો ચોરી કરી ગયા હતા. પરિવાર પરત ફરતા ઘટનાની જાણ થતાં પારડી પોલીસને ઘટનાની જ. કરી હતી. પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી દમણીઝાંપા વિપુલ પાર્ક એપાર્ટમેન્ટમાં એક બંધ ફ્લેટનું તાળું તોડી સોનાના ઘરેણા સહિત રૂ. 1.90 લાખ ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પારડી દમણીઝાપા વિપુલ પાર્ક એપાર્ટમેન્ટના બીજા માળે રૂમ નંબર 303 માં રહેતા અને મૂળ સોનવાડા ગામના અશોક છગનભાઈ દેસાઈ કે જેઓ ગતરોજ સવારે તેમની પત્ની સાથે કામાર્થે તેના વતન સોનવાડા ખાતે ગયા હતા. અને સાંજે તેઓ પરત વિપુલ પાર્ક એપાર્ટમેન્ટ ખાતે આવતા ફ્લેટનું તાળું તુટેલ હાલતમાં જોવા મળ્યું હતું. અંદર જોતા કબાટમાં મુકેલ લોકર માંથી સોનાના ઘરેણા ચાર તોલા નું મંગલસૂત્ર જેની કિંમત રૂપિયા 75 હજાર, અઢી તોલાની બે બંગડી રૂપિયા 45000, પાંચ નંગ વીટી રૂ. 35 હજાર, કાનની બુટ્ટી નંગ ત્રણ, સોનાની ચેન, સહિત કુલ રૂપિયા 1.90 લાખના સોનાના દાગીનાની તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. પરિવારના સભ્યોએ ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને કરતા પારડી પોલોસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. એપાર્ટમેન્ટની આજુબાજુના વિસ્તારોમાં લાગેલા ખાનગી CCTV ફૂટેજ ચેક કરી શંકાસ્પદ વ્યક્તિઓની ગતિ વિધિઓની નોંધ લઈ પારડી પોલીસે અશોકભાઈ દેસાઈની અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.