વડોદરાના ડભોઇ પંથકમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સ્ટેટ વિજીલન્સના દરોડા, 195 લિટર દેશી દારુ કબજે | State Vigilance raids on country liquor distilleries in Dabhoi Panthak of Vadodara, 195 liters of country liquor seized | Times Of Ahmedabad

વડોદરા29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
દેશી દારુની ભઠ્ઠીઓ ચલાવતા ત્રણ વ્યક્તિઓની ધરપકડ - Divya Bhaskar

દેશી દારુની ભઠ્ઠીઓ ચલાવતા ત્રણ વ્યક્તિઓની ધરપકડ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ચાલતી ભઠ્ઠીઓ ઉપર સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી 195 લિટર દેશી દારુ કબજે કર્યો હતો. તે સાથે પોલીસે દેશી દારુ બનાવતા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી મુદ્દામાલ સાથે ડભોઇ પોલીસના હવાલે કર્યા હતા. ડભોઇ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે દોરોડો
મળેલી માહિતી પ્રમાણે ડભોઇ તાલુકામાં વધુ એકવાર સ્ટેટ વિજિલન્સની ટીમે દેશી દારુની ફેક્ટરીઓ ઉપર દરોડા પાડી સ્થાનિક પોલીસ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. તાલુકાના કુંવરવાડા ગામની સીમમાં દેશી દારુની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની માહિતી સ્ટેટ વિજીલન્સ સ્ક્વોડને મળી હતી. માહિતીના આધારે સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. અને દારુ બનાવી રહેલા 3 વ્યક્તિઓની સ્થળ પરથી ધરપકડ કરી હતી. તે સાથે રૂપિયા 1.39 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા

મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા

મુદ્દામાલ ડભોઇ પોલીસના હવાલે
પોલીસે દારુની ફેક્ટીરીઓના સ્થળેથી રૂપિયા 3900 ની કિંમતનો 195 લીટર દેશી દારૂનો જથ્થો, રૂપિયા 12960ની કિંમતનો દેશી દારુ બનાવવા માટે વપરાતો 6680 લિટર વોશ, ચાર મોટર સાઇકલ, ત્રણ મોબાઇલ ફોન, રોકડ રકમ રૂપિયા 24800 અને દેશી દારૂ બનાવા ઉપયોગમાં લેવાતી ચિજવસ્તુઓ મળી કુલ્લે રૂપિયા 1,39,940નો મુદામાલ જપ્ત કર્યો હતો. અને ડભોઇ પોલીસના હવાલે કર્યો હતો.

દેશી દારુ અને વોશ કબજે કરાયો

દેશી દારુ અને વોશ કબજે કરાયો

તાલુકાના બુટલેગરોમાં ફફડાટ
વિજિલન્સની ટીમે દારૂની ભઠ્ઠી પરથી છત્રસિંહ બુધ્ધિસાગર પાટણવાડીયા, એલ્કેશ કનુભાઈ પાટણવાડીયા અને ખોડો અશોકભાઈ ઠાકોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોટા પાયે દેશી દારૂ બનાવતા અને ડભોઇ તેમજ આસપાસના તાલુકાઓમાં વેચાણ કરતા 3 ઈસમો ઝડપાતા ડભોઇ પંથકમાં દેશી દારૂનો વેપાલો કરતા અન્ય ઈસમમા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

દેશી દારુ બનાવવા માટેના સાધનો જપ્ત

દેશી દારુ બનાવવા માટેના સાધનો જપ્ત

સ્ટેટ વિજિલન્સને દરોડો પાડવો પડ્યો
નોંધનીય બાબત એ છે કે, સ્થાનિક પોલીસ દ્વારા દેશી દારુની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર કાર્યવાહી કરતી ન હોવાથી હવે દેશી દારુની ચાલતી ભઠ્ઠીઓ ઉપર સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. અગાઉ પણ સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે બાદ પુનઃ દરોડા પાડતા તાલુકા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

Previous Post Next Post