Sunday, May 7, 2023

આણંદના મોગરીની ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં તસ્કરોનો હાથ ફેરો, 1.97 લાખનો સમાન ચોરી કરી ફરાર થયા | Smugglers in Anandana Mogri's electronics shop, stole Rs 1.97 lakh and fled | Times Of Ahmedabad

આણંદ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

આણંદ તાલુકાના મોગરી ગામમાં આવેલ ઇલેક્ટ્રોનિક દુકાનનું ગત રાત્રિના સમયે તાળું તોડી શટર ઊંચું કરી દુકાનમાં મુકેલ સાઉન્ડ સિસ્ટમ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી 1.97 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. જે બનાવની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઇ છે.

આણંદમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.ચોર ટોળકી પોલીસને પડકાર આપી રહી છે પરંતુ પોલીસ તંત્ર હજુ ઢીલી નીતિએ કામ કરી રહ્યું હોવાનુ જણાઈ રહ્યું છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના ગાના મોગરી રોડ ઉપર રહેતાં અને ફરિયાદી ચેતનભાઇ જસભાઈ ચૌહાણની મોગરી ગામમાં ઇલેક્ટ્રોનિકની દુકાન આવેલી છે. ગત મોડી રાત્રિના સમયે તસ્કરોએ તેમની દુકાનની નિશાન બનાવી દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાં મુકેલ સાઉન્ડ સિસ્ટમ તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી રૂ.1.97લાખની કિંમતનો સમાન ચોરી કરીને નાસી ગયાં હતા. સવારના સમયે આ બાબતની જાણ ચેતનભાઇ ચૌહાણને થતાં તેઓએ દુકાનમાં જઈને તપાસ કરતાં સાઉન્ડ સિસ્ટમ તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.