સાબરકાંઠા એસઓજીએ 2 તમંચા અને 4 કારતૂસ સાથે એક શખ્સને ઝડપ્યો; દોઢ વર્ષથી નાસતા ફરતા બે શખ્સો ઝડપાયા | Sabarkantha SOG nabs persons carrying illegal arms from Wadali; A crime under Arms Act was registered and further investigation was conducted | Times Of Ahmedabad
સાબરકાંઠા (હિંમતનગર)3 કલાક પહેલા
- કૉપી લિંક
દોઢ વર્ષથી નાસતા ફરતા બે શખ્સોને ઝડપ્યા
સાબરકાંઠા એસઓજીની ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા માટેની તપાસ કરી રહી હતી. તે દરમિયાન ખેરોજ પોલીસ સ્ટેશનના શરીર સંબંધી તથા આર્મ્સ એકટ હેઠળના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા બે શખ્સોને ઝડપી લઇ ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યા હતા. આ અંગે એસઓજી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, એસઓજીની ટીમ NDPS એકટ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ કરવા રાજસ્થાનના કોટડા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. તે દરમિયાન પીએસઆઇ એસ.જે. ગોસ્વામી તથા પોકો ભાવેશકુમારને ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી. કે, ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા શરીર સંબંધી તથા આર્મ્સ એકટ હેઠળના ગુનામાં નાસતા ફરતા બે શખ્સો શબ્બીરભાઇ સહાદતભાઇ પઠાણ, સહાદતઅલી ઉર્ફે મુન્ના વાહિદઅલી સૈયદ (બંને રહે.કોટડા) ખાતે હોવાની માહિતી મળતા બંને શખ્સોને ઝડપી લઇ સીઆરપીસી કલમ 41 (1) આઇ મુજબ ઝડપી લઇ ખેરોજ પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યા હતા.
2 તમંચા અને 4 કારતૂસ સાથે એક શખ્સને ઝડપ્યો
સાબરકાંઠા એસઓજીએ વડાલી મામલતદાર કચેરી પાછળ રહેતા અને ગેરેજ ચલાવતા શખ્સ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલા તમંચા નંગ 2 તથા કારતૂસ નંગ ચાર સાથે શખ્સને ઝડપી લઇ આર્મ્સ એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે એસઓજી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પીઆઇ એન.એન. રબારીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પીએસઆઇ કે.બી. ખાંટને ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી. કે, વડાલી મામલતદાર કચેરીના પાછળના ભાગે ગફુરખાન અયુબખાન પઠાણ નામનો શખ્સ મહાલક્ષ્મી ઓટો પાર્ટસ નામની ગેરેજ ચલાવે છે અને જેના કમરના ભાગે શંકાસ્પદ હથીયાર સંતાડેલુ છે. એ બાતમીના આધારે તપાસ કરતા ગફુરખાન અયુબખાન પઠાણ (રહે.નવાનગર, તા.વડાલી, જિ.સાબરકાંઠા)ની તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો એક તથા કારતૂસ નંગ ચાર મળી આવ્યા હતા. તથા તેના ગેરેજની તપાસ કરતા ગેરેજની રૂમમાંથી બીજો એક દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે કિંમત રૂપિયા 20,400ના મુદ્દામાલ સાથે ગફુરખાન અયુબખાન પઠાણની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Post a Comment