વડોદરાના અલકાપુરીમાં દારુની મહેફિલ માનતી 2 યુવતીઓ સહિત 5 ખાનદાની નબીરાઓ ઝડપાયા | 5 noblemen, including 2 girls, arrested for drinking alcohol in Alkapuri, Vadodara | Times Of Ahmedabad

વડોદરા23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

શહેરના અલકાપુરી વિસ્તારમાં અરુણોદય સર્કલ પાસેના અર્થ એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણી રહેલ બે યુવતી સહિત 5 ખાનદાની નબીરાઓને પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે મહેફિલ સ્થળેથી દારૂની બોટલ તથા ચાખણાના સામાન સાથે રૂપિયા 17 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે દરોડો
મળેલી માહિતી પ્રમાણે સયાજીગંજ પોલીસ મથક પોલીસ ટીમને માહિતી મળી હતી કે, અલકાપુરી વિસ્તારમાં અરૂણોદય સર્કલ પાસે આવેલા અર્થ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-403માં કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. સયાજીગંજ પોલીસે માહિતી મળતાજ 403 નંબરના ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતાજ દારુની મહેફિલ માણી રહેલા બે યુવતીઓ સહિત 5 યુવાનોનો દારુનો નશો ઉતરી ગયો હતો.

તમામ 21-22 વર્ષના યુવાનો-યુવતીઓ
પોલીસે દરોડો પાડી બે યુવતી તથા ત્રણ યુવકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામની બ્રિથ એનેલાઇઝરથી ચકાસણી કરતા નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઝડપી પાડેલ નશામાં ધૂત નિકિતા, યશ પ્રકાશ અગ્રવાલ (બંને રહે-403, અર્થ એપાર્ટમેન્ટ, અરુણોદય સર્કલ પાસે, અલકાપુરી., મૂળ રહે-મધ્ય પ્રદેશ), અમન પુષ્પેન્દ્ર જૈન (રહે-કુંડલા ગામ, ઉત્તર પ્રદેશ), સંકેત બાબુલાલ ચામુડિયા (રહે-શ્રીજી ધામ સોસાયટી, વાસણા રોડ, મૂળ રહે-પોરબંદર), અને જાનવી (રહે- રાજકોટ)નો સમાવેશ થાય છે. તમામ 21-22 વર્ષના છે. અને તેઓ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે.

છૂટવા આજીજી કરી
પોલીસે દરોડા દરમિયાન દારૂની બોટલ સાથે સોડાની બોટલ તથા ચાખણામાં ઉપયોગમાં લીધેલ મસાલા સેવ મમરા, આલુ ભજીયાના પેકેટ, પાંચ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 17,650 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પાંચેયની ધરપકડ કરતા ગભરાઇ ગયેલા યુવાનો અને યુવતીઓએ છોડી મૂકવા માટે પોલીસને આજીજી કરી હતી. જોકે, પોલીસે કોઇ દાદ આપી ન હતી. અને તમામને પોલીસ મથકમાં લઇ ગઇ હતી. અને તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

મિત્રો-શુભેચ્છકો દોડી આવ્યા
અર્થ એપાર્ટમેન્ટના રૂમ નંબર-403માંથી દારુની મહેફિલ માનતા યુવાનો અને યુવતીઓની ધરપકડ કરી પોલીસ મથકમાં લઇ જતા એપાર્ટમેન્ટ સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઇ હતી. લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ મહેફિલ માનનાર યુવાનો અને યુવતીઓના મિત્રો, શુભેચ્છકોને થતાં તેઓ મોડી રાત્રે પોલીસ મથકમાં દોડી આવ્યા હતા.

Previous Post Next Post