ગુજરાતની 20 મહિલાઓના ગ્રુપે 10 હજાર ફૂટ ઊંચો પાતાલશુ બેઝ કેમ્પ સર કર્યો, જંગલમાંથી પસાર થતા 'ટ્રી હગ' પણ કર્યું | A group of 20 women from Gujarat scaled the 10,000 feet Patalshu Base Camp trek, also did a 'tree hug' through the forest | Times Of Ahmedabad

અમદાવાદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતની મહિલાઓના 20 સભ્યોના જૂથે જોગ ફોલ્સ અને વશિષ્ઠ મંદિર જવા માટે બે યાત્રા કરી હતી. આ યાત્રામાં ભાગ લેનાર મહિલાઓની ઉંમર 12થી 62 વર્ષની હતી. આ યુનિટ શરૂ કરવા પાછળનો આરોહી ગ્રુપનો વિચાર સ્ત્રીઓને એકલી મુસાફરી કરી શકે છે તે વાત સાબિત કરવાનો હતો અને આ મુહિમમાં મહિલાઓને ટેકો આપવાનો હતો.

જોગ ધોધ અને અંજની માતાના મંદિરને નિહાળ્યું
સ્થાનિક સમુદાયે જોગ ધોધનો માર્ગ બંધ કર્યો છે કારણ કે, અગાઉ પ્રવાસીઓએ ધોધમાં ગંદકી કરી હતી અને સરકારે તેને સાફ કરવા માટે કંઇ જ કર્યું ન હતું. આ ભાવનાને ટેકો આપતા, આરોહી ગ્રુપના સભ્યો જંગલમાંથી પસાર થયા હતા અને અહીં કોઇ ગંદકી ન થયા તેની ખતારી આપી હતી. સ્થાનિક લોકો સાથે ભાગીદારી કરી જોગ ધોધ અને અંજની માતાના મંદિરને નિહાળ્યું હતું. તેઓએ જંગલમાંથી પસાર થતા સમયે ‘ટ્રી હગ’ પણ કર્યું હતું. જેમાં દરેક ભાગ લેનાર મહિલાએ એક વૃક્ષ પાસે જઇ તેને ભેટીને તેની સાથે એવી રીતે વાત કરી હતી કે, જાણે કે તે કોઇ નજીકનો મિત્ર હોય. તેમણે વૃક્ષને ભેટીને તેમનો આભાર માન્યો હતો અને પોતાની મુશ્કેલીઓ જણાવી હતી. વૃક્ષને જણાવ્યું હતું કે, તેઓ તેને પ્રેમ કરે છે અને વૃક્ષને શાંતિ, ખુશી લાવવા માટે પ્રાર્થના કરી હતી.

પાતાલશુ બેઝ કેમસ સુધી પહોંચ્યા
તેમણે 2 મુખ્ય ટ્રેક કર્યા હતા જેમાં દુંધી તરફ સ્નો ટ્રેક અને પાતાલશુ બેઝ કેમસ સુધી પહોંચ્યા હતા. તેમજ તેમણે સ્નો ફોલમાં પણ ટ્રેકિંગ કર્યું હતું. સ્વાભાવિક રીતે અહીં ખૂબ જ ઠંડી હોવાના કારણે તમામ સહભાગીઓએ પાંચ-છ લેયર્સમાં કપડા પહેર્યા હતા. આ લેયર્સમાં તેમણે એક ટી-શર્ટ તેના ઉપર ગરમ થર્મલ્સ અને તેના ઉપર 2 અથવા 3 ટી-શર્ટ પહેરી હતી. તેમજ આ ઉપરાંત તેમણે એક સ્વેટર અને તેના ઉપર એક જેકેટ પણ પહેર્યું હતું.

10 હજાર ફૂટ ઊંચો પાતાલશુ બેઝ કેમ્પ
આ ગ્રુપના સભ્યોએ સ્થાનિક ગામ સોલંગની પણ મુલાકાત લીધી હતી. અહીંયાના સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી અને તેમની સંસ્કૃતિને સમજી હતી. તેઓએ જોયું કે, અહીંના લોકો નાગદેવતાની પૂજા કરે છે. તેઓ માને છે કે, તેઓ જમીન પર રાજ કરે છે. તેઓએ તેમના ઘરની મુલાકાત પણ લીધી હતી અને અહીં તેમને ગૌરી-સિતા માતાને પ્રાર્થના કરતા જોયા હતા. અહીંના લોકો માને છે કે, તેઓ તેમના ઘરની રક્ષા કરે છે. તેઓએ જોયું કે, કેવી રીતે ઘરોમાં સ્ટોરેજની સુવિધાઓ પણ હોય છે. રસપ્રદ વાત તો એ છે કે, 4 મહિના સુધી આ ગામ 7થી 8 ફૂટ બરફથી ઢંકાયેલું રહે છે. પાતાલશુ બેઝ કેમ્પ સુધીનો 10,100 ફૂટ ઊંચો ટ્રેક છે, જેમાં 7 કલાક સુધી સતત ટ્રેકિંગ કરવું પડે છે.

Previous Post Next Post