ભુજ21 મિનિટ પહેલા
- કૉપી લિંક
- હાલ ત્રીજી બેઠક શ્રીનગર ખાતે યોજાઇ રહી છે
- કચ્છ બાદ બીજી બેઠક સિલીગુડીમાં યોજાઇ હતી
ભારત હાલ જી-20 સમૂહની અધ્યક્ષતા કરી રહ્યુ છે. જેના પગલે જુદી-જુદી બેઠકો દેશમાં યોજાઇ રહી છે. હાલ કાશ્મીરમાં શરૂ થનારી પ્રવાસન ગ્રુપની બેઠક દેશ-દુનિયા ભરમાં ચર્ચાઅે છે. અા પહેલા પ્રવાસન ગ્રુપની બેઠક અેક કચ્છ અને બીજી સિલીગુડીમાં યોજાઇ હતી. અેટલે કે અત્યાર સુધી યોજાયેલી પ્રવાસન ગ્રુપની તમામ બેઠક સરહદી વિસ્તારમાં યોજાઇ હતી.ત્રીજી જી-20 પ્રવાસન બેઠક માટેના પ્રતિનિધિઓ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હેઠળ કાશ્મીર પહોંચ્યા છે.
પાકિસ્તાને વાંધો લેતા આ બેઠક હાલ ચર્ચામાં છે. પ્રતિનિધિઓનું શ્રીનગર એરપોર્ટ પર કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી અને જી-20 શેરપા અમિતાભ કાંતે સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સ્વાગત દરમિયાન ડોગરી અને કાશ્મીરી સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવી હતી.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતના કચ્છના રણ અને પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે પ્રથમ બે પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકોની સરખામણીમાં શ્રીનગરની બેઠકમાં સૌથી વધુ સહભાગિતા નોંધાઈ છે. પાંચ પ્રતિનિધિઓનું સૌથી મોટું જૂથ સિંગાપોરનું હોવાનું કહેવાય છે. પ્રવાસન ગ્રુપની ત્રણેય બેઠકો સરહદી વિસ્તારમાં યોજાઇ છે. આમ તેનાથી બોર્ડર ટુરિઝમને પણ ફાયદો થશે.
કચ્છમાં તો પાકિસ્તાન બોર્ડરથી માત્ર 50 કિમી દૂર બેઠકો થઇ
હાલ શ્રીનગરમાં યોજાઇ રહેલી બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાનુ ખુબ જ ધ્યાન રખાયુ છે. આતંકવાદી, અલગતાવાદીઓના ખતરાના લીધે અહીં વિશેષ વ્યવસ્થા કરવી પડતી હોય છે. પરંતુ કચ્છની વાત કરવામાં આવે તો અહીં ધોરડો ખાતે જી-20 દેશોની બેઠક યોજાઇ હતી. જ્યાંથી સરહદ માત્ર 50 કિમી દૂર થાય છે. અહીં કોઇપણ વિધ્ન વિના સફળતા પૂર્વક બેઠક યોજાઇ ગઇ હતી.