ગાંધીનગરના સેકટર-20માં ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું, સ્થાનિકો જેસીબી આડે સૂઈ કામગીરી રોકવાનો પ્રયાસ | A bulldozer was turned on a slum in Gandhinagar's sector-20, the locals tried to stop the work by lying down on the JCB. | Times Of Ahmedabad

ગાંધીનગર43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરનાં સેકટર – 20 માં વર્ષોથી ઉભી થયેલી ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી પર પાટનગર યોજના વિભાગ અને કલેક્ટર દબાણ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકીને પોણા બસ્સો જેટલા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. દબાણ તંત્રની કડક કાર્યવાહી થી ઝુંપડાવાસી – પોલીસ વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો પણ સર્જાતા એક સમયે તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો.

ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. થોડા દિવસ ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન તંત્રની એસ્ટેટ શાખાએ ગેરકાયદેસર લારી ગલ્લાનાં દબાણો પર તવાઈ બોલાવી દેવામાં આવી હતી. જો કે શહેરમાં એજ દબાણો પૂર્વવત સ્થિતિમાં આવી ગયા ચૂક્યા છે. ઘણી જગ્યાએ વહાલા દવલા નીતિ અપનાવવા આવી હોવાના પણ આક્ષેપો થતાં મનપાની દબાણ શાખાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

એવામાં આજે પાટનગર યોજના વિભાગ અને કલેક્ટર દબાણ તંત્ર ધ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સેકટર – 20 માં સંયુક્ત દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્રની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે સેકટર – 20 ની ઝૂંપડપટ્ટીમાં ત્રાટકી હતી. અને જેસીબી વડે ગેરકાયદેસર ઝુંપડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અચાનક દબાણ તંત્રની કડક કાર્યવાહી શરૂ થતાં અહીં રહેતા ઝુંપડાવાસીઓમાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે તંત્રની ટીમે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતાં મહિલાઓ અને પોલીસ વચ્ચે તું તું મેં મેંનાં દૃશ્યો પણ સર્જાયા હતા. એવામાં એક યુવાન જેસીબી આગળ સૂઇ ગયો હતો. જેનાં કારણે મામલો ગરમાયો હતો. જો કે પોલીસ ટીમ દ્વારા પણ કડકાઈથી કામગીરી કરવામાં આવતાં દબાણ તંત્રએ પોણા બસ્સોથી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરી દીધા હતા.

Previous Post Next Post