20 હજાર કરોડનો FPO રદ કર્યા પછી અદાણી 21 હજાર કરોડના શેર વેચશે | Adani will sell shares worth 21 thousand crore after canceling the 20 thousand crore FPO | Times Of Ahmedabad

અમદાવાદ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હિન્ડનબર્ગે અદાણી ગ્રૂપ પર શેર્સમાં કરેલી ગેરરીતિના આક્ષેપો લગાવ્યા બાદ અદાણી ગ્રૂપે એન્ટરપ્રાઇઝના 20,000 કરોડના એફપીઓને રદ કરવો પડ્યો હતો પરંતુ ફરી ગ્રૂપ એન્ટરપ્રાઇઝ અને ટ્રાન્સમિશન કંપનીના શેર્સનો હિસ્સો વેચીને રૂ.21,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ રૂ.12,500 કરોડ જ્યારે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની અદાણી ટ્રાન્સમિશન રૂ.8,500 કરોડ એકત્ર કરવાની યોજના છે તેમ કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.

ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી
રિન્યુએબલ એનર્જી આર્મ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના બોર્ડની શનિવારે ફંડ એકત્ર કરવા માટે બેઠક મળવાની હતી પરંતુ બેઠક 24 મે સુધી મુલતવી રાખવામાં આવી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP)ને શેર ઇશ્યૂ કરીને ભંડોળ ઊભું કરવામાં આવશે. નિષ્ણાતોએ જણાવ્યું કે યુરોપ અને મિડલ ઇસ્ટના અદાણી એન્ટરપ્રાઇઝીસે જણાવ્યું હતું કે બોર્ડે રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી હતી. જ્યારે અદાણી ટ્રાન્સમિશને અલગ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના બોર્ડે 10 રૂપિયાની ફેસવેલ્યૂ ધરાવતા આવા સંખ્યાબંધ ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી છે.

બજારનો વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયાસ​​​​​​​
અદાણી ગ્રૂપ રોડ-શો યોજી રોકાણકારોને આકર્ષી રહ્યું છે. જે વહેલા દેવાની ચુકવણી અને નવા પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવાની તેની ગતિને વેગ આપવાની યોજનાઓ સાથે બજારનો વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એકત્ર કરાયેલાં નાણાંનો ઉપયોગ જૂથના વિસ્તરણ પ્રોજેક્ટ્સ માટેના જરૂરી ભંડોળ માટે કરવાનો છે.
10-20 ટકા ડિસ્કાઉન્ટમાં ઓફર મૂકી શકે, સફળતા મળે તો શેર્સ ચમકશે
અદાણી એન્ટરપ્રાઇઝ અને ટ્રાન્સમિશનના શેર્સનો હિસ્સો વેચી 21,000 કરોડ એકત્ર કરવાની યોજના છે જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP)ને માર્કેટ કિંમતથી 10-20 ટકા ડિસ્કાઉન્ટ ઓફર આપી આકર્ષવામાં આવે તેવો અંદાજ છે. જો ગ્રૂપ ફંડ એકત્ર કરવામાં સફળ રહેશે તો ગ્રૂપના તમામ શેર્સમાં મજબૂત સ્થિતિ જોવા મળી શકે છે. -પાર્થ સંગાડિયા, એનાલિસ્ટ-તોરીન વેલ્થ ગ્રૂપ.

20,000 કરોડના FPO બાદ ત્રણ મહિને ફરી એન્ટર
હિન્ડનબર્ગના અહેવાલને પગલે અદાણી એન્ટરપ્રાઇઝીસને રૂ. 20,000 કરોડના ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) રદ કરવાની ફરજ પડી હતી. તેના ત્રણ મહિના પછી ફરી 21,000 કરોડ એકત્ર કરવાની યોજના ઘડી છે. એન્ટરપ્રાઇઝીસના 20,000 કરોડના FPOમાં રૂ. 3,112 થી રૂ. 3,276ની કિંમતની રેન્જમાં ઓફર કરવામાં આવી હતી જ્યારે અત્યારે શેર્સની કિંમત 1964.80 છે. જ્યારે ટ્રાન્સમિશનના શેર્સની કિંમત 885 છે.

Previous Post Next Post