ડાંગ (આહવા)24 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઈલ ફોટો
આદિજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓને વ્યક્તિત્વ વિકાસ નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા,સામાજીક દુષણો સામે વિરોધ રાષ્ટ્રીય એકતા પંચાયતી માળખાનો ખ્યાલ અન્ યુવક-યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા માટે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન મળી રહે તે માટે ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાએ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. જે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત આવેલ કમીશન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા વિકાસ –અધિકારીની કચેરી ડાંગ દ્વારા સંચાલિત હશે.
જે માટે ડાંગ જિલ્લાના આદિજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ કે જેઓ આ તાલીમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા રમતગમત અધિકારીની કચેરી આશ્રમ રોડ,ડાંગ કલબ આહવા ખાતેથી આ શિબિરના રજિસ્ટ્રેશન માટે ફોર્મ મેળવીને તારીખ ૨૦/૦૫/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન કચેરીમાં જમા કરાવવાનુ રહેશે.
તેમજ વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી આહવા દ્વારા એક અખબારી યાદીમાં સ્થાનિક જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,જિલ્લા રમતગમત અધિકારીની કચેરી આશ્રમ રોડ,ડાંગ ક્લબ આહવા ખાતે અથવા મોબાઇલ નં.90991362265 પર સંપર્ક કરવા જણાવ્યું છે.આ શિબિર અંગે અરજીઓ મળ્યા પછીથી તારીખની જાણ કરવામા આવશે.