હળવદમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની સજા | Two accused sentenced to 20 years in Halwad gang rape case | Times Of Ahmedabad
મોરબી3 કલાક પહેલા
- કૉપી લિંક
સગીરાનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચરવાના કેસમાં મોરબીની પોક્સો કોર્ટેએ ત્રણ પૈકી એક આરોપીનું મોત થયું હોય જેથી બે નરાધમોને આજે સ્પેશ્યલ પોક્સો કોર્ટે વીસ વર્ષની સજા ફરકારી છે.બંને શખ્સોને રોકડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ પાંચ વર્ષ પેહલા છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારની સગીરા બપોરે ઘરની બહાર નીકળી હતી. ચાની દુકાન પાસે ઊભી હતી એ સમયે આરોપી સંજય રઘુભાઈ રાણેવાડિયા ત્યાં ઉભો હતો. અને તે ઈશારો કરીને સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો. અને સંજય તેને હીરાવાડી વિસ્તારમાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. અને સગીરાની બોચી દબાવીને તેને છરી બતાવીને એવું કહ્યું હતું કે, ‘હું કહું તેમ કરજે નહીંતર જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. અને સગીરા ને જમીન પર પછાડી દીધી હતી.
એ સમયે સગીરાએ દેકારો કરતા આરોપી સંજય ત્યાંથી નાસી ગયો હતો. સગીરાને પાછળ આરોપીઓ ગયા હતા. એ સમયે આરોપી સંજય તથા તેની સાથે બાળ આરોપી અને આરોપી રીક્ષા ચાલક જુસબ ઉર્ફે કાસુભાઈ નારોજા રીક્ષામાં અવવારું જગ્યાએ લઇ ગયા હતા. અને આરોપીઓ નાસી ગયા હતા. અને સગીરાને એવી ધમકી આપી હતી કે, ‘જો ઘરે જઈને કોઈને તે આ બનાવ બાબતે વાત કરી તો તને જાનથી મારી નાખીશ’.આ ધમકીને પગલે સગીરા બી ગઈ હતી. સગીરાએ પોતાના માતા પિતાને સમગ્ર મામલે જાણ કરી હતી અને આ મુદ્દે સગીરાની માતા તેની દીકરીનું અપહરણ કરી સામુહિક બળાત્કાર ગુજાર્યાનો ગુનો ત્રણેય આરોપીઓ વિરુદ્ધ દાખલ કર્યો હતો.
આ અંગેનો કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ ડી.પી.મહીડા સમક્ષ સરકારી મદદનીશ વકીલ નીરજ ડી કારીઆ અને સંજય સી દવેએ 24 મૌખિક પુરાવા અને 47 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને દલીલો રજુ કરી હતી જે કેસ દરમિયાન બાળ આરોપી મોત થતા તેને એબેટ કરવામાં આવેલ જયારે અન્ય બે આરોપી સંજય રાણેવાડિયા અને જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસ્લમ કાસમ ઉર્ફે નારેજા એ બંને ઇસમોને તકસીરવાન ઠેરવ્યા હતા .
જેમાં બંને આરોપીને 20 વર્ષની કેદની સજા તેમજ બંને શખ્સોને રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે જોં આરોપીઓ દંડની રકમ ના ભરે તો વધુ 2 વર્ષની કેદની સજા ફટકારી છે જયારે ભોગ બનનારને રૂપિયા 4 લાખ વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.
Post a Comment