છોટા ઉદેપુર સબ જેલ ખાતે કેમ્પ યોજાયો, 200 કરતા વધુ બંદીવાન ભાઈ-બહેનોએ લાભ લીધો | Camp held at Chhota Udepur Sub Jail, more than 200 inmate brothers and sisters benefited | Times Of Ahmedabad

છોટા ઉદેપુર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છોટાઉદેપુર સબ જેલ ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા તેમજ સબ જેલ છોટાઉદેપુરના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેદી લાભાર્થીઓનું સ્ક્રીનીંગ કરીને જરુરી ટેસ્ટ કરી જરુરી સારવાર આપવામાં આવી હતી.

કમિશ્નર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો જેવા કે જેલ, મહિલા ગૃહો, વ્યસન મુક્તિ કેન્દ્રો,બાળ સંરક્ષણ ગૃહોમાં એક ખાસ ઝૂંબેશનાં ભાગરૂપે Intrigreated Welness camp તારીખ 15/5/2023 થી તારીખ 14/6/2023 સતત એક મહિના સુધી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર સબ જેલ ખાતે કેમ્પ યોજી ટીબી, એચઆઈવી, એસટીઆઈ, હિપેટાઇટિસ બી, એચસીવી જેવાં રોગો માટેની તપાસ તથા જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં સબજેલના 200 ઉપરાંત બંદીવાન ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો હતો.