ભરૂચ20 મિનિટ પહેલા
- કૉપી લિંક

આજથી 2 હજારની ગુલાબી નોટો બદલવા કે જમા કરાવવાનું શરૂ થયું છે. જોકે નોટબંધી 2.0 ના પેહલા દિવસે ભરૂચની બેંકો પર સામાન્ય સ્થિતિ જોવા મળી હતી.
બે હજારની નોટની અદલા બદલી અને જમા કરાવવા RBI એ રજા સિવાયના 113 દિવસનો લોકોને સમય આપ્યો છે. આજથી બેંકોમાં આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.જોકે ભરૂચમાં નોટબંધી એક જેવો નોટ બંધી બે નો નજારો નથી. જે પાછળ લોકોનો પણ ગણગણાટ છે કે, ગુલાબી નોટો હોય તો બદલાવવા બેંકમાં જઈએ ને.
ભરૂચ જિલ્લામાં 60 થી 80 ટકા લોકો પાસે 2 હજારની નોટો ખૂબ જ અલ્પ સંખ્યામાં માંડ છે. જેને લઈ તેઓ બેંકમાં જમા કરાવવા કે બદલાવવા કરત રોજિંદી ખરીદી, બિલોની ચુકવણી કે ઇંધણમાં જ તેંને વાપરી હાલ નિકાલ કરી રહ્યાં છે.
ભરૂચ એચ. ડી. એફ.સી. બેંક ના મેજર ભાવિક મોદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ બેંકમાં નાણાકીય વ્યવહારો સામાન્ય દિવસ જેવા જ રહ્યા હતા અને ગ્રાહકોએ લાઈનો લગાવી હોઈ કે કોઈ અગવડ પડી હોઈ એવું સમગ્ર દિવસ દરમિયાન બન્યું નથી.