27 મિનિટ પહેલા
- કૉપી લિંક
વર્ષ 2002માં કોમી રમખાણો બાદ શાંતિની અપીલ માટે ગાંધી આશ્રમ ખાતે સામાજિક કાર્યકર મેઘા પાટકર અને અન્ય સામાજિક કાર્યકરો એકત્રિત થયા હતા. ત્યારે દિલ્હીના વર્તમાન ઉપરાજ્યપાલ વિનય સક્સેના, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને રોહિત પટેલ દ્વારા મેઘા પાટકર પર હુમલો કરવામાં આવ્યો હતો.
અમદાવાદ એડિશનલ મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી
આ હુમલા અંગે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં આરોપી પર ફરિયાદીને નુકશાન કરવુ, શાંતિનો ભંગ કરવો, ધમકી આપવી, તોફાન કરવું વગેરે આરોપો લાગ્યા હતા. આ કેસની સુનાવણી અમદાવાદ એડિશનલ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ પી.એન.ગોસ્વામીની કોર્ટમાં ચાલી રહ્યું છે.
ઉપરાજ્યપાલની ટ્રાયલ ન ચલાવવા અરજી
આ કેસની પ્રોસીઝર દરમિયાન દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા આર્ટિકલ 361 (2)નો હવાલો આપીને પોતે ઉપરાજ્યપાલના પદ પર હોવાથી પોતાની સામે ટ્રાયલ ન ચલાવવા અરજી આપવામાં આવી હતી. જેનો મેઘા પાટકારના વકીલ ગોવિંદ પરમારે વિરોધ કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે, વિનયકુમાર માત્ર રાષ્ટ્રપતિના એજન્ટ છે જેથી તેમને છૂટ ન મળી શકે.
દિલ્હીના ઉપરાજ્યપાલની અરજી મૌખિક રીતે સ્વીકારી નથી
આ અંગે મેઘા પાટકારના વકીલ ગોવિંદ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોર્ટે મૌખિક રીતે દિલ્હીના ઉપરાજ્યપાલની ક્રિમિનલ ટ્રાયલમાંથી બાકાત રાખવાની અરજી સ્વીકારી નથી. જોકે, તેનો લેખિત ઓર્ડર આવવાનો બાકી છે.
ઉપરાજ્યપાલે કોર્ટ ટ્રાયલનો સામનો કરવો પડી શકે છે
આમ હવે દિલ્હીના ઉપરાજ્યપાલે કોર્ટ ટ્રાયલનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે 2002ની આ ઘટના સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ એક વીડિયો જાહેર કરાયો હતો. જેમાં આરોપીઓ મેઘા પાટકર પર હુમલો કરતા હોય તેવું બતવવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર નર્મદા બચાવો આંદોલનથી જાણીતા છે.