સાબરકાંઠા (હિંમતનગર)6 કલાક પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના ધો. 12ના પરિણામ બાદ મેડીકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા રવિવારે હિંમતનગરમાં પાચ કેન્દ્રો પર યોજાઈ હતી. જેમાં 2247 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા બાદ રવિવારે મેડીકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં સવારથી હિંમતનગરના પાંચ કેન્દ્રો પર નિયમ અનુસાર વિધાર્થીઓની તપાસ કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ અંગે કેન્દ્રીય વિધાલયના અને સીટી કો ઓર્ડીનેટર દીપકભા આહિરે જણાવ્યું હતું કે, નીટની પરીક્ષા હિંમતનગરના બેરણા પાસેના ગ્રોમોર કેમ્પસ, ગ્રીન એપલ સ્કુલ, જૈનાચાર્ય સ્કુલ, હિંમત હાઈસ્કુલ અને કેન્દ્રિય વિદ્યાલય એમ પાંચ કેન્દ્રોમાં 104 બ્લોકમાં પરીક્ષા યોજાઈ હતી. જેમાં 2516 વિધાર્થીઓમાંથી 2247 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 259 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો આ પરીક્ષામાં 220થી વધુ કર્મચારીઓએ ફરજ બજાવી હતી. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઇ હતી.