રાજકોટ5 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ મનપા દ્વારા હાલ નાણાકીય વર્ષ 2023-24નો મિલકત વેરો તેમજ અગાઉનો બાકી વેરો વસુલવામાં આવી રહ્યો છે. આ માટે હાલ એડવાન્સ વળતર યોજના તેમજ બાકીવેરા માટે વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટની યોજના ઉપરાંત મિલકત સીલિંગ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. જેમાં કરદાતાઓએ મનપાની તિજોરી છલકાવી દીધી છે. અને માત્ર 2 મહિના કરતા પણ ઓછા સમયમાં કુલ 2,26,445 લોકોએ અત્યાર સુધીમાં જ રૂ. 139.80 કરોડનો વેરો ચૂકવી દીધો છે. હજુપણ આ બંને યોજના અને સીલિંગ ઝુંબેશ યથાવત હોવાથી આંકડો વધવાની પૂરતી શક્યતા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ કરદાતાઓનાં લાભાર્થે જુદીજુદી બે યોજનાઓ જેવી કે એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજના અને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ હાલ અમલમાં મૂકી છે. નાગરિકોને તેનો ખુબ જ ફાયદો ઉઠાવી રહ્યા છે. સાથોસાથ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆતથી જ બાકી વેરો વસૂલવા માટે ટેક્સ રીકવરી ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં નિયમ અનુસાર મિલકત સીલ, ટાંચ વગેરે જેવી કાર્યવાહી થઇ રહી છે. જેમાં પણ 10 એપ્રિલથી લઈને 21મેં સુધીમાં વેરા વસૂલાત શાખાએ બાકી વેરો વસૂલ કરવા માટે કુલ 858 મિલકતો સીલ કરી છે.
આ ઉપરાંત 10 એપ્રિલથી 21મેં સુધીમાં 2,26,445 કરદાતાઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ લીધો છે. જેમાં રાજકોટ મનપા દ્વારા કરદાતાઓને વળતર પેટે કુલ રૂ. 15.46 કરોડ જેટલી રકમનો લાભ આપવામાં આવેલ છે. આ જ પ્રકારે 9,389 જેટલા કરદાતાઓએ વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લીધો છે. જેમાં 9,389 કરદાતાઓએ કુલ રૂ. 13.13 કરોડ જેટલી રકમ ટેક્સ પેટે ચૂકવી છે. આ યોજનામાં લાંબા સમયથી વેરો બાકી હોય તેવા લોકોને એકવખત 10% રકમ ચૂકવી બાકીની રકમનાં વ્યાજ વિના હપ્તા કરી આપવામાં આવે છે. અને આ યોજના આગામી 31 મેં સુધી અમલમાં રહેશે. જેનો લાભ લેનાર કરદાતાઓને આગલા બાકી વેરાની રકમનું ચડતું વ્યાજ બંધ થવાનો લાભ મળે તેમ હોય વધુમાં વધુ લોકોને લાભ લેવાની સત્તાધીશોએ અપીલ કરી છે.
એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજના (1) 31 મે સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર 10% વળતર આપવામાં આવશે.(2) ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવશે.(3) ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને 1% વિશેષ વળતર મળશે.
(4) સતત ત્રણ વર્ષથી આવી યોજના દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયલ્ટી બોનસ પેટે વિશેષ 1% આપવામાં આવશે
(5) 40% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે. 1 જુનથી 30 જુન સુધી (1) 1જુન થી 30 જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના વેરા પર 5% વળતર આપવામાં આવશે.(2) ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવશે.(3) ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને વળતર ઉપરાંત વિશેષ 1% આપવામાં આવશે.(4) સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયલ્ટી બોનસ પેટે વિશેષ 1% આપવામાં આવશે..(5) 40% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે. વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ
ગત વર્ષ 2022-23માં મિલકતધારકોને મિલકતવેરાની અને પાણીવેરાની ચડત રકમ ખુબ જ મોટી હોય છે અને આ રકમ પર વાર્ષિક 18%ના દરે વ્યાજ ચડતું હોય છે. આવા મિલકતધારકોને હપ્તા સિસ્ટમથી પાછલી બાકીની રકમ ભરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ” અમલમાં મુકાઈ હતી. જેમાં ચાલુ વર્ષનો સંપૂર્ણ વેરો ભરપાઈ કરવાનો અને પાછલી બાકીની રકમના 10% રકમ ભર્યેથી બાકી રહેલ રકમ પરનું વ્યાજ ચડતું બંધ થાય અને ત્યારબાદ દર વર્ષે અનુક્રમે 15%, 25%, 25% અને 25% હપ્તાની સિસ્ટમ રાખેલ હતી. આ સ્કીમનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષ 2023-24માં પણ આ સ્કીમ લંબાવવામાં આવી છે. આ યોજના 31મેં સુધી ચાલુ રહેશે.