કેનેડામાં નોકરી મેળવવાની લાલચમાં બે શ્રમિકોએ 2.30 લાખ ગુમાવ્યા, ગર્લફ્રેન્ડ સાથે માથાકૂટ થતા યુવકે ગળેફાંસો ખાધો | Two laborers lose 2.30 lakh in Canada job hunt, youth choked to death after clashing with girlfriend | Times Of Ahmedabad

રાજકોટ6 કલાક પહેલા

  • કૉપી લિંક

કેનેડામાં નોકરી મેળવવાની લાલચમાં રાજકોટના બે શ્રમિકોએ રૂ. 2.30 લાખ ગુમાવતા સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી હતી. તપાસના અંતે પોલીસે બંને શ્રમિકોને ગુમાવેલી રકમ પરત અપાવી હતી. મૂળ જૂનાગઢના અને હાલ મવડી ચોકડીની લાભદીપ સોસાયટીમાં રહેતા રણજીત મકવાણા (ઉ.વ.22) કડીયા કામ કરે છે. તેનો મિત્ર રમેશ સોંદરવા પણ મજૂરી કરે છે. બંનેએ કેનેડામાં નોકરીની જાહેરાત વાંચી હતી જેથી તે નંબર ઉપર સંપર્ક કરતા વિઝા કઢાવવા માટે બંનેને પંજાબ જવાનું કહેવાયું હતું. જેથી બંને પંજાબ ગયા હતા. જ્યાં બંનેએ પોતાના ડોક્યુમેન્ટ આપી દીધા હતા. ત્યારબાદ બંને પાસેથી વિઝા કઢાવવા માટે ઓનલાઇન રૂ. 2.30 લાખ પડાવાયા હતા. પરંતુ ઘણો સમય વિતવા છતા વિઝા નહીં નીકળતા શંકા ગઇ હતી. જેથી બંનેએ ઓનલાઇન ફરિયાદ કરી હતી જેના આધારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફે તપાસના અંતે રૂ. 2.30 લાખ પરત અપાવ્યા હતા.

પંખાના હુકમાં ચુંદડી બાંધી યુવકે ગળેફાંસો ખાધો
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ રામ ટાઉનશીપમાં રહેતાં આફરીન ફિરજભાઈ સોલંકી (ઉ.વ.21) આજે સવારે દસ વાગ્યે પોતાના ઘરે હતાં ત્યારે પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને બનાવનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. યુવકના માતાએ જણાવ્યું હતું કે, આજે સવારે તે 10 વાગ્યા સુધી સૂતો હતો જેથી તેમને ઉઠાડ્યો હતો અને પંખો તેમજ લાઈટ બંધ કરી દિધી હતી છતાં આફરીને ફરીવાર લાઈટ પંખો ચાલું કરી દેતાં જેથી તેમને લાઈટબીલ વધુ આવે છે બધું બંધ કરી ઉભો થા કહેતાં લાગી આવ્યું હતું અને રૂમ બંધ કરી પગલું ભરી લીધું હતું.

યુવકે એસીડ-પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના આંબેડકરનગરમાં રહેતા યુવકે ગઇકાલે રાત્રે પોતાના ઘરે એસીડ-પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરી હતી. યુવકના સંબંધીએ જણાવ્યા મુજબ સંજયને તેમની પત્ની સાથે છુટાછેડા મામલે કેસ ચાલે છે દરમીયાન તેને તેની પડોશમાં રહેતી પરીણિતા સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો જેથી પરિણીતાએ રૂપિયાની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયા ન હોવાથી કંટાળીને પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગર્લફ્રેન્ડ સાથે માથાકૂટ થતા યુવકે ગળેફાંસો ખાધો
રાજકોટ શહેરના જંગલેશ્વરમાં રહેતા અજય પૂરીલાલ ચૌહાણ આજે સવારે પોતાના ઘરે લોખંડની આડીમાં કપડું બાંધી આપઘાત કરી લીધો હતો જેની જાણ થતા ભક્તિનગર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અજય ચાર બહેન અને ચાર ભાઈમાં વચેટ હતો અને તે મૂળ ઉત્તર પ્રદેશના વતની છે તેમજ પોતે લોખંડના કારખાનામાં મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. અજય રાત્રિના સમયે તેમની ઉત્તરપ્રદેશ રહેતી ગર્લફ્રેન્ડ સાથે મોબાઈલ પર વાતચીત કરી રહ્યો હતો ત્યારે તેની સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ તેમણે આ પગલું ભરી લીધું હતું. આજે સવારે રૂમની બહાર ન નીકળતા પોતે રૂમમાં તેમને જગાડવા જતા અજય રૂમમાં લટકતો જોવા મળ્યો હતો.

પતિ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરતા પરિણીતા સાથે મારામારી કરી
રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ પર ગોકુળનગર શેરી નંબર.1 માં રહેતી જમના પ્રકાશભાઈ સોલંકી (ઉ.વ.36) નામની પરિણીતાએ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ પ્રકાશ દેવજીભાઈ સોલંકી અને કાળુ દિનેશભાઈ પરમારના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે પતિ વિરુદ્ધ કોર્ટમાં ખાધા ખોરાકી અંગેની અરજી કરી હોય જે બાબતનો ખાર રાખી પતિ તથા તેનો મિત્ર બાઇકમાં અહીં તેના ઘરે આવી ગાળો આપી મારામારી કરી હતી. આ મામલે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

માઠુ લાગી જતા પરિણીતાએ અગ્નીસ્નાન કર્યું
રાજકોટના બેડી ગામે રહેતી જયશ્રી રજનીભાઇ બાલોદ્રા (ઉ.વ.30) નામની પરિણીતાએ ગત તા.10 એપ્રિલના રોજ પોતાના ઘરે કેરોસીન છાંટી અગ્નીસ્નાન કરી લીધું હતું જેથી તેને પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલ ત્યાર બાદ ફરી સિવિલમાં અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન ગઇકાલે તેણીએ દમ તોડી દીધો હતો. પરિણીતાના મામીનું અવસાન થયું હોય પણ તે સમયે પરિણીતાનો પતિ રજની કે જે ડ્રાઇવીંગ કામ કરતો હોય તે પોતાના બહેનની પરીક્ષા હોવાથી જામનગર ગયો હતો. જેથી તે અંતિમવિધિમાં આવી શકયો ન હતો. આ બાબતનું માઠુ લાગી જતા પરિણીતાએ આ પગલું ભરી લીધું હતું.

હુ તને જાનથી મારી નાખીશ કહી આધેડ સાથે બોલાચાલી કરી
રાજકોટમાં રહેતા એડવોકેટ અજીમભાઇ ફીરોજભાઇ ખાન (ઉ.વ.44)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુસુફભાઇ રાઉમા અમારા એપાર્ટેમેંટની નીચે રોનક શેરડીના રસનો ચીચોડો આવ્યો છે અને તે અમારા રોડ ઉપર બાકડા રાખે છે. તેમજ બીજા માણસોને ત્યા બેસાડે છે અને આ બાબતે અમોએ તેને કહ્યું કે તમેં અહી અમારા રસ્તા ઉપર બાકડા તેમજ માણસો ને કેમ બેસાડો છો જેથી તેણે મને કહ્યું કે આ વસ્તુતો રહેશે અને તારા થી બનતુ હોઇ તે કર અને તેના માણસો પણ અમને તુકારે બોલાવે છે અને મને યુસુફભાઇ રાઉમાએ ધમકી આપેલ કે હુ તને જાનથી મારી નાખીશ અને તારા વાહનોને અને તને સળગાવી નાખીશ કહેતા આજ રોજ ફરિયાદ નોંધાવું છું હાલ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી

Previous Post Next Post