અરવલ્લી (મોડાસા)42 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભારતએ ઐતિહાસિક દેશ છે રાજા મહારાજાઓનું જીવન ચરિત્ર અને તેમની કામગીરી વિશેનો સંપૂર્ણ ચિતાર ઇતિહાસના એક-એક પંને લખાયેલો છે. ત્યારે એવા શૂરવીરો, રાજવીઓની પ્રતિમા કે તૈલ ચિત્રોનું સ્થાપન કે અનાવરણ કરીને આજના યુવા વર્ગને દેશની રક્ષા માટે આપેલા બલિદાનોની કાયમી યાદ રહે તે માટે વિવિધ કાર્યક્રમોના આયોજન થતા હોય છે. ત્યારે આજે મોડાસા ઓધારી તળાવ ખાતે ભારત વિકાસ પરિષદના ઉપક્રમે મહારાણા પ્રતાપની પ્રતિમાનો અનાવરણ વિધિ કાર્યક્રમ યોજાયો હતો.

મોડાસાના માલપુર રોડ ખાતે આવેલા ઐતિહાસિક તળાવ ઓધારી તળાવ ખાતે મોડાસા ભારત વિકાસ પરિષદ દ્વારા મેવાડના રાજા મહારાણા પ્રતાપની પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમાની આજે સાંજે અનાવરણ વિધિનો કાર્યક્રમ યોજાયો.

મહારાણા પ્રતાપની પ્રતિમા માટે ભારત વિકાસ પરિષદ દ્વારા નગરપાલિકાની પરમિશનથી ખાસ કારીગરો દ્વારા ઓધારી તળાવ ખાતે મહારાણા પ્રતાપની સુંદર પ્રતિમા બનાવડાવી અને મેવાડના રાજા મહારાણા પ્રતાપના 24મા વંશજ કુંવર વિશ્વરાજ સિંહ મેવાડને ઉદયપુર ખાતે આમંત્રણ આપીને મોડાસા તેડાવ્યા હતા. ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા વિશ્વરાજ સિંહ મેવાડનું તલવાર આપી ભવ્ય સ્વાગત કર્યું હતું અને કુંવર વિસ્વરાજ સિંહ મેવાડ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સાથે સાંસદ દીપસિંહ રાઠોડ, મોડાસા મેયર જલ્પા ભાવસાર, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મંત્રી સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપનો જયઘોષ કરાયો હતો.

આ પ્રસંગે મેવાડના રાણા મહારાણા પ્રતાપના 24મા વંશજ વિશ્વરાજસિંહ મેવાડે જણાવ્યુ હતું કે, મહારાણા પ્રતાપના તૈલચિત્રો અને પ્રતિમાઓ છેલ્લા 20 થી 25 વર્ષથી સ્થાપિત કરવાની કામગીરીમાં વધારો થયો છે એ આનંદ ની વાત છે, પરંતુ મહારાણા પ્રતાપના સિદ્ધાંતો પણ જનતાના હ્રદયમાં ઉતરે એવી આશા રાખીએ છીએ.